તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:કોવિડ 19ની બીજી લહેરમાં સલમાન ખાન 25 હજાર સિને વર્કર્સના ખાતામાં 1500 રૂપિયા જમા કરાવશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાન ખાન 3, 75, 00, 000 રૂપિયાની મદદ કરશે
  • સલમાન પોતાની ફિલ્મ 'રાધે'માંથી થયેલી કમાણીમાંથી એક હિસ્સો ડોનેટ કરશે

કોવિડ 19ની ઘાતક લહેરને કારણે ભારતની મુશ્કેલીમાં અનેકગણો વધારો થયો છે. આ મુશ્કેલ સમયમાં દરેક લોકો પોતાનાથી શક્ય તેટલી મદદ કરી રહ્યું છે. બોલિવૂડ સેલેબ્સ પણ મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાને બોલિવૂડ વર્કર્સ જેમ કે ટેક્નિશિયન, મેકઅપ આર્ટિસ્ટ, સ્ટંટમેન તથા સ્પોટબોયને આર્થિક મદદ કરી છે. સલમાન ખાન 25000 વર્કર્સના ખાતામાં 1500 રૂપિયા (કુલ 3, 75, 00, 000) જમા કરાવશે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સલમાન ખાને 25 હજાર વર્કર્સના અકાઉન્ટમાં 3 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા અને વધુ મદદ માટેનું વચન આપ્યું હતું.

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયન સિને એમ્પ્લોઈઝ (FWICE)ના પ્રેસિડન્ટ બી એન તિવારીએ કહ્યું હતું, 'અમે સલમાન ખાનને જરૂરિયાતમંદ વર્કર્સના નામની યાદી મોકલાવી છે. સલમાન પૈસા જમા કરાવવા માટે તૈયાર થયો હતો.'

વધુમાં બી એન તિવારીએ કહ્યું હતું, 'અમે 35 હજાર સિનિયર સિટીઝન વર્કર્સની યાદી યશરાજ ફિલ્મ્સને મોકલી આપી છે. યશરાજ બેનર દરેકના અકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા તથા મહિનાનું કરિયાણું આપશે. સલમાન તથા યશરાજ બેનરે લિસ્ટ તથા અકાઉન્ટ ડિટેલ્સ વરીફાઈ કરશે અને ત્યારબાદ પૈસા જમા કરાવશે.'

ગયા વર્ષે સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસમાં રહીને જરૂરિયાતમંદને રાશન પૂરું પાડ્યું હતું
ગયા વર્ષે સલમાન ખાને પોતાના પનવેલ ફાર્મહાઉસમાં રહીને જરૂરિયાતમંદને રાશન પૂરું પાડ્યું હતું

'રાધે'ની કમાણીમાંથી એક હિસ્સો દાન આપશે
કોરોના વિરુદ્ધની લડાઈમાં સલમાન ખાન તથા ઝી એન્ટરટેઈનમેન્ટે 'રાધે'ની કમાણીનો એક હિસ્સો દાનમાં આપવાનો નિર્ણય લીધો છે. તેઓ ગિવ ઈન્ડિયાને ડોનેશન આપશે, જે હેઠળ ઓક્સિજન સિલિન્ડર, કન્સન્ટ્રેટર્સ તથા વેન્ટિલેટર લેવામાં આવશે.

હાલમાં 18 વર્ષીય યુવકની મદદ કરી
સલમાનની ટીમ સાથે કામ કરતાં રાહુલ એસ કનલે કહ્યું હતું કે કર્ણાટકના 18 વર્ષીય યુવકના પિતાનું કોરોનાને કારણે અવસાન થયું હતું. સલમાને તે યુવકને રાશન તથા એજ્યુકેશન ઈક્વિપ્મેન્ટ્સ પૂરા પાડ્યા હતા. આટલું જ નહીં સલમાને આશ્વાસન આપ્યું હતું કે તેને કોઈ પણ જાતની જરૂર હોય તો તે કહી શકે છે.

સલમાને કહ્યું, બહાર જાઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરો
વધુમાં રાહુલે કહ્યું હતું કે સલમાન દિલનો બહુ મોટો વ્યક્તિ છે. તેણે પોતાની ટીમને એમ કહ્યું છે કે તમે લોકો બહાર જાઓ અને જે પણ જરૂરિયાતમંદ વ્યક્તિ છે, તે તમામની મદદ કરો. સલમાનને કોઈ પણ મદદ માટે વિનંતી કરે છે, તો તે પોતાની રીતે તેને મદદ પૂરી પાડે છે.

ઉલ્લેખનીય છે કે સલમાન હાલમાં રોજના 5 હજાર ફ્રન્ટલાઈન વર્કર્સને ફૂડ પેકેટ આપી રહ્યો છે. આ ઉપરાંત ઈન્દોરમાં 180 બ્લડ પ્લાઝમા ડોનેશનની વ્યવસ્થા કરી હતી.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 13 મે ઈદના રોજ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડભાઈ' રિલીઝ થશે. આ ફિલ્મમાં દિશા પટની, જેકી શ્રોફ તથા રણદીપ હુડ્ડા મહત્ત્વના રોલમાં છે.