તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લૂઝિવ:બીજા લોકડાઉનમાં જ આમિર-કિરણે છૂટાછેડાનો નિર્ણય લઈ લીધો હતો, આમિર પરિવારને સમય નહોતો આપી શકતો, મિત્રનો ઘટસ્ફોટ

3 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • આમીને જણાવ્યું હતું- આ અમારા માટે પણ શોકિંગ અને વ્યથિત કરનારા ન્યૂઝ છે
  • આમિર કામમાં વ્યસ્તતાને કારણે પરિવાર માટે સમય કાઢી નહોતો શકતો

સુપર સ્ટાર આમિર ખાન અને કિરણ રાવના ડિવોર્સના સમાચારે સમગ્ર ફિલ્મજગત અને આમિરના કરોડો ચાહકોને સ્તબ્ધ કરી મૂક્યા છે. આ મુદ્દે શનિવારે બંનેએ જોઇન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને પોતાના ડિવોર્સની અને દીકરા આઝાદના કો-પેરન્ટ તરીકે ફરજ બજાવતાં રહેશે.

દિવ્ય ભાસ્કરના મુંબઈ ખાતેના પત્રકાર અમિત કર્ણએ આમિર ખાનના ખાસ મિત્ર આમીન હાઝી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આ ચોંકાવનારા નિર્ણય પાછળનું સંભવિત કારણ જાણવા પ્રયાસ કર્યો હતો. અત્રે આમીન હાઝી સાથેની ટેલિફોનિક વાતચીતના અંશો તેમના જ શબ્દોમાં રજૂ કરીએ છીએઃ

‘હું તેમનાં લગ્નમાં બેસ્ટ મેન રહ્યો છું. મારા લગ્ન જેટલો જ સમય તેમના લગ્નને પણ થયો છે. આ અમારા માટે પણ શોકિંગ અને વ્યથિત કરનારા ન્યૂઝ છે. આ સાંભળીને હું અને મારી પત્ની રડ્યાં પણ છીએ.

પરંતુ કુરાનમાં પણ લખ્યું છે ને કે ઘણીવાર બે સારા માણસો સાથે રહી શકતા નથી, નહીંતર બંનેની ટીમ એકદમ સરસ હતી, ટ્યૂનિંગ પણ સરસ છે તેમનું. તેમણે સાથે મળીને ફિલ્મોમાં, સત્યમેવ જયતે (ટીવી શો)માં, તેમના ‘પાની ફાઉન્ડેશન’માં કેટલું સરસ કામ કર્યું છે.’

બંનેની વચ્ચે ક્યારે એવો સમય આવ્યો કે આજે આ નિર્ણય લેવો પડ્યો
આમિર અને કિરણનાં લગ્ન ખરાબે ચડ્યાં છે, એ વાત તમને ક્યારે ખબર પડી એ વિશે વાત કરતાં તેમના મિત્ર કહે છે, ‘જુઓ, અમને લોકડાઉન દરમિયાન આ વિશે ખબર પડી હતી કે તેમની વચ્ચે સમસ્યાઓ શરૂ થઈ છે અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. આ જાન્યુઆરી-ફેબ્રુઆરીની વચ્ચેની વાત હશે, જ્યારે મને આ વિશે જાણ થઈ હતી. મને ઘણું દુઃખ થયું, અફસોસ થયો, હું રડવા લાગ્યો અને બંનેને વિનંતી કરી હતી કે આ દિવસ ન બતાવો, પરંતુ જે હકીકત છે એ છે. હું આમિર-કિરણને વર્ષોથી ઓળખું છું. મારા લગ્નના 6 મહિના પહેલાં જ બંનેએ લગ્ન કર્યાં હતાં. મેં તેમને એકસાથે સારો સમય પસાર કરતાં અને કામ કરતાં જોયાં છે. હું બસ એટલું જ કહેવા માગું છું કે ક્યારેક ક્યારેક બે સારા લોકો સાથે જિંદગી પસાર કરી શકે એ શક્ય નથી હોતું.

શું આમિર અને કિરણ વચ્ચે ક્રિએટિવ ડિફરન્સિસ હતા, જે સંબંધ તૂટવાનું કારણ બન્યા?
આમીન હાઝી - હું નથી માનતો કે તેમની વચ્ચે ક્રિએટિવ ડિફરન્સ કે મેન્ટલ ફ્રિક્વન્સી મેચ જેવી કોઈ વાત હોય, જેને કારણે સંબંધમાં અણબનાવ થયો હોય. આજે સેપરેશન જાહેર કરતા સમયે પણ તે બંને લદાખમાં 'લાલ સિંહ ચઢ્ઢા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. કિરણ તે ફિલ્મની પ્રોડ્યુસર છે, જો આવી કોઈ વાત હોત તો આ શક્ય ન હોત. સંબંધ તૂટવો એ એક વ્યક્તિગત બાબત છે અને મને લાગે છે કે આમિર કદાચ કામમાં વ્યસ્તતાને કારણે પરિવાર માટે સમય કાઢી નહોતો શકતો. મહાત્મા ગાંધીજીને પણ પોતાના દીકરા સાથે સારો સંબંધ નહોતો, કેમ કે તેમનો દીકરો તેમને કહેતો હતો કે તમારી પાસે 'ફાધર ઓફ ધ નેશન' બનવાનો સમય છે, પરંતુ તમારા દીકરાના પિતા બનવાનો સમય નથી.

આમિર અને આમીને ફિલ્મ 'લગાન' માં સાથે કામ કર્યું હતું.
આમિર અને આમીને ફિલ્મ 'લગાન' માં સાથે કામ કર્યું હતું.

શું આમિરની લાઈફમાં બીજું કોઈ છે? જેને કારણે સંબંધ તૂટી ગયો
આમિરની લાઈફમાં કોઈ બીજાની એન્ટ્રીની વાત પણ આમીન હાઝીએ નકારી દીધી. તેણે કહ્યું, એવી કોઈ વાત નથી અને જો આવું હોત તો તેને આ વાતની જાણકારી જરૂરથી હોત, કેમ કે તે આમિરને વર્ષોથી ઓળખે છે. બંનેએ અલગ થવાનો નિર્ણય પરસ્પર સહમતીથી લીધો છે અને આવી સ્થિતિમાં બંનેમાંથી કોઈ એકની તરફથી કંઈપણ બોલવું યોગ્ય નથી. મને લાગે છે જિંદગી સક્સેસફુલ લોકોની વધારે કસોટી કરે છે.

20 વર્ષ જૂની મિત્રતા
આમીન અને આમિરની મિત્રતા 20 વર્ષ જૂની છે. આમીન આમિરની ફિલ્મ 'લગાન' અને 'મંગલ પાંડે'માં પણ જોવા મળ્યો હતો.