ડુપ્લિકેટ 'એશ':નવા વર્ષે ઐશ્વર્યા રાયની પાકિસ્તાની હમશકલ છવાઈ, ચાહકો જ નહીં અભિષેક ને આરાધ્યા પણ કન્ફ્યૂઝ થશે!

મુંબઈ21 દિવસ પહેલા
ડાબે, આમના ઈમરાન, ઐશ્વર્યા રાયઃ ફાઇલ તસવીર
  • આમના ઈમરાન પાકિસ્તાની બ્લોગર છે

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા પર ચાહકો કાયલ છે. જોકે, હાલમાં જ ઐશ્વર્યા રાયની ડુપ્લિકેટની તસવીરો ને વીડિયો વાઇરલ થઈ છે. એશની ડુપ્લિકેટની તસવીરો જોઈને ચાહકો પણ નવાઈમાં મૂકાઈ ગયા છે. ઐશ્વર્યા રાયની આ હમશકલનું નામ આમના ઈમરાન છે. તે પાકિસ્તાની છે અને અમેરિકામાં રહે છે.

ફરીથી છવાઈ ઐશ્વર્યાની હમશકલ
નવા વર્ષના પ્રસંગે ઐશ્વર્યા જેવી જ દેખાતી આમનાએ વીડિયો ને તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરો તથા વીડિયો વાઇરલ થયા છે. ગયા વર્ષે પણ આમના એક્ટ્રેસ ઐશ્વર્યા રાય જેવો દેખાવ હોવાને કારણે લોકપ્રિય થઈ હતી. અનેક યુઝર્સે આમનાને ઐશ્વર્યાની ડુપ્લિકેટ કહી હતી.

ચાહકોએ કહ્યું, ઐશ્વર્યા જેવી જ લાગે છે
આમનાની તસવીરો પર સો.મીડિયા યુઝર્સે વિવિધ કમેન્ટ્સ કરી હતી. મોટાભાગના યુઝર્સે આમનાને ઐશ્વર્યાની હમશકલ કહી હતી.

કોણ છે આમના ઈમરાન?
આમના ઈમરાન પાકિસ્તાની બ્લોગર છે. આમના બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય જેવી જ દેખાય છે. આ જ કારણે તેની તસવીરો ને વીડિયો સો.મીડિયામાં વાઇરલ થાય છે.

ઉલ્લેખનીય છે કે આમના ઉપરાંત માનસી નાયક, મહલાધા જબેરી, મિષ્ટી ચક્રવર્તી અને સ્નેહા ઉલ્લાલ બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયના ડુપ્લિકેટ હોવાના કારણે પોપ્યુલર થઈ ચૂક્યા છે.