વાઇરલ વીડિયો:રસ્તાની વચ્ચે જ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને 'ટિંકૂ જિયા..' પર ઠુમકા લગાવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન કોઈને કોઈ વાતે ચર્ચામાં રહેતી હોય છે. સારા અલી ખાન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ હોય છે. સો.મીડિયામાં પોતાની સ્ટાઇલિશ તસવીરો ને વીડિયો શૅર કરતી હોય છે. સારાએ ફરી એકવાર એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં સારાનો ક્રેઝી અંદાજ જોવા મળે છે. સારાએ આ વીડિયોમાં કૉફી પીતા પહેલાં ને કૉફી પીધા પછીની વાત કરી છે.

વીડિયો શૅર કરીને શું કહ્યું?
સારા અલી ખાન વીડિયોમાં ઓરેન્જ રંગના લહેંગામાં જોવા મળી હતી. વીડિયો શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું, 'અપીયરન્સ વર્સિસ રિયાલિટી સૌથી યોગ્ય રીતે. વાઇલ્ડ તથા ક્રેઝી આપણી માનસિકતા હોય છે. એક માત્ર સાન્કી એવરુસ મને એબનોર્માલિટીમાં સાથે આપે છે. આપણે વાસ્તવમાં સામાન્ય લોકો છીએ, પરંતુ હાલમાં અમને લોકોને લોકાલિટી પર કબ્જો કરતા જુઓ.'

શું છે વીડિયોમાં?
વીડિયોમાં સારા કૉફી પીધા પહેલાં 'બાહોં મેં ચલે આઓ..' પર ડાન્સ કરે છે. આ દરમિયાન હેર સ્ટાઇલિસ્ટ તેના વાળ વ્યવસ્થિત કરી આપે છે. કૉફી પીધા બાદ સારા રસ્તા પર 'ટિંકુ જિયા..' ગીત પર ડાન્સ કરે છે. સારાની સાથે હેર સ્ટાઇલિસ્ટ પણ છે.

વિકી કૌશલ તથા સારાએ મધ્યપ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
વિકી કૌશલ તથા સારાએ મધ્યપ્રદેશમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા ગયા વર્ષે ધનુષ તથા અક્ષય કુમાર સાથે ફિલ્મ 'અતરંગી રે'માં જોવા મળી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. હાલમાં સારા પાસે બે પ્રોજેક્ટ છે, જેમાં એક ફિલ્મમાં તે વિકી કૌશલ સાથે કામ કરી રહી છે. આ ફિલ્મને લક્ષ્મણ ઉતેકરે ડિરેક્ટ કરી છે. 'ગેસલાઇટ'માં વિક્રાંત મેસી સાથે કામ કરી રહી છે.