હોલિવૂડ સુપરસ્ટાર ડ્વેન જોનસન હાલમાં ફિલ્મ 'રેડ નોટિસ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં 'વન્ડર વુમન' ફૅમ ગેલ ગેડોટ તથા એક્ટર રાયન રેનોલ્ડ્સ છે. ડ્વેન જોનસન ચાહકોમાં 'ધ રોક'થી લોકપ્રિય છે. થોડાં વર્ષો પહેલાં ડ્વેને કહ્યું હતું કે જીમમાં તે બોટલમાં યુરિન કરે છે. હવે એક્ટરે આમ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું.
શું કહ્યું ડ્વેને?
મેગેઝિન 'એસ્ક્વાયર'ને આપેલા ઇન્ટરવ્યૂમાં ડ્વેને કહ્યું હતું કે તે રિયલમાં બોટલમાં બાથરૂમ કરે છે. જોકે, આ પાછળ ચોક્કસ કારણ રહેલું છે. પાણી પીવા માટે ખરીદી હોય તેવી બોટલનો તે ઉપયોગ કરતો નથી. તે એવી બોટલ્સમાં બાથરૂમ જાય છે, જેનો તે ઉપયોગ કરતો નથી અને નકામી હોય છે.
જીમમાં બાથરૂમ હોતું નથી
વધુમાં ડ્વેને કહ્યું હતું કે સામાન્ય રીતે તે જે જીમમાં વર્કઆઉટ કરે છે તેમાં બાથરૂમ હોતા નથી, કારણ કે તે 'આયરન પેરેડાઇઝ' હોય છે. ઉલ્લેખનીય છે કે ડ્વેને પોતાના ઘરમાં 'આયરન પેરેડાઇઝ' જીમ બનાવેલા છે. ડ્વેને કહ્યું હતું કે તે પોતાના હાઇડ્રેટ રાખવા માટે જીમમાં યુરિન માટે બોટલનો ઉપયોગ કરે છે.
2017માં પહેલી વાર વાત કરી હતી
2017માં સો.મીડિયામાં ડ્વેને આ અંગે પહેલી જ વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી. તે સમયે ડ્વેને કહ્યું હતું કે તેની પાસે બાથરૂમ બ્રેક લેવાનો સમય ના હોવાથી તે જીમમાં બોટલમાં જ યુરિન કરે છે.
ચીટ મિલ અંગે વાત કરી
આ ઇન્ટરવ્યૂમાં ડ્વેને પોતાના ચીટ મિલ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે ચીટ ડેઝ રાખે છે. જોકે, આ સો.મીડિયા માટે હોતા નથી. તે ગ્લુટનને નવી રીતે રજૂ કરવા માગે છે. તે આખું અઠવાડિયું ડિસિપ્લિનમાં રહીને વર્કઆઉટ તથા ડાયટ કરે છે. માત્ર રવિવારે જ તે ચીટ ડે રાખે છે અને ગમે તે ખાઈ લે છે.
વધુમાં ડ્વેને એમ પણ કહ્યું હતું કે DC કોમિક્સની સુપરહીરો ફિલ્મ 'બ્લેક એડમ' મળ્યા બાદ તેણે ઇન્ટેન્સ વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.