હિરોઈને ધોલાઈ કરી:જિમમાં એક યુવકે દિશા પટનીની છેડતી કરી, રોષે ભરાયેલી એક્ટ્રેસે મુક્કા ને લાત મારી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિશા પટનીએ સો.મીડિયામાં વીડિયો શૅર કર્યો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની ફિટનેસ પર ઘણું જ ધ્યાન આપે છે. તે અવાર-નવાર સો.મીડિયામાં વર્કઆઉટ વીડિયો શૅર કરતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં દિશા યુવકોને માર મારતી જોવા મળી છે.

દિશાએ વીડિયો શૅર કર્યો
દિશાએ શૅર કરેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક્ટ્રેસ જિમની અંદર જતી હોય છે. આ દરમિયાન બે યુવકો દિશાની છેડતી કરે છે. આ જોઈને દિશા ગુસ્સે થઈ જાય છે. પહેલાં દિશા બંનેને લાતો ને મુક્કા મારે છે. વીડિયોના અંતે એક યુવક કહે છે કે સાચે જ જતી રહી. દિશાએ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'જિમમાં એક સામાન્ય દિવસ.'

સેલેબ્સ અને ચાહકોએ કમેન્ટ કરી
આ વીડિયો પર ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે કમેન્ટ કરીને કહ્યું હતું કે ટૂ ગુડ. એક યુઝરે કહ્યું હતું કે ટાઇગર પાસેથી શીખી હશે. અન્ય એક ચાહકે કહ્યું હતું કે ફીમેલ વર્ઝન ઑફ ટાઇગર શ્રોફ. અન્ય એકે લખ્યું હતું કે ફ્લાઇંગ લાઇક ટાઇગર. બીજા એકે એવી કમેન્ટ કરી હતી કે ટાઇગરવાળું ચૂર્ણ તે પણ ખાઈ લીધું? એક યુઝરે એમ કહ્યું હતું કે હવે જોઈ લ્યો સ્ત્રીઓ પણ પુરુષો કરતાં ઓછી નથી.

દિશાએ વર્કઆઉટ કર્યું
વાસ્તવમાં જિમમાં દિશાની કોઈએ છેડતી થઈ નહોતી. દિશાએ જે વ્યક્તિને માર માર્યો તે જિમ ટ્રેનર રાકેશ યાદવ છે. દિશાએ મારામારી નહોતી કરી, પરંતુ વર્કઆઉટ જ કર્યું હતું.

મોહિત સૂરી તથા જ્હોન સાથે દિશા.
મોહિત સૂરી તથા જ્હોન સાથે દિશા.

અપકમિંગ પ્રોજેક્ટ
દિશા ગયા વર્ષે સલમાન ખાનની ફિલ્મ 'રાધે'માં જોવા મળી હતી. હવે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યૌદ્ધા'માં જોવા મળશે. 'એક વિલન 2'માં તે જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર તથા તારા સુતરિયા સાથે કામ કરી રહી છે. દિશા સાઉથ સ્ટાર પ્રભાસ સાથે પણ એક ફિલ્મ કરી રહી છે.