તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્ટરની દરિયાદિલી:ભાવુક વીડિયોમાં 5 વર્ષના બાળકે કહ્યું, 'પપ્પા મરી ગયા', અનુપમ ખેરે માસૂમના ભણવાનો ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું

મુંબઈ3 મહિનો પહેલા

અનુપમ ખેરે સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં અનુપમ ખેર રેલવે સ્ટેશન પર પાંચ વર્ષના બાળક સાથે વાત કરે છે. આ વાતચીતમાં બાળકે કહ્યું હતું કે તેના પપ્પા નથી. આ સાંભળીને અનુપમે તે માસૂમ બાળકના ભણવાનો ખર્ચ પોતે ઉપાડશે તેવી જાહેરાત કરી હતી. 66 વર્ષીય અનુપમ ખેરે વીડિયો શૅર કરીને કહ્યું હતું કે આ બાળકનું નામ હિમાંશુ છે અને તે શિમલા પાસે જાતોગ સ્ટેશન પર તેને મળ્યા હતા. આ સાથે જ અનુપમે કહ્યું હતું કે તેમણે હિમાંશુની માતા ઉષાને વચન આપ્યું છે કે બાળકના અભ્યાસનો તમામ ખર્ચ અનુપમ કેર્સ ફાઉન્ડેશન ઉઠાવશે.

વીડિયોમાં અનુપમે બાળક સાથે શું વાત કરી
અનુપમ ખેરે વીડિયોમાં બાળકને કહ્યું હતું, 'હિમાંશુ તું ખરેખર ઘણો જ બહાદુર છો.' જોકે બાળક બીજી જ વાતો કરે છે, તે રેલવેની વાતો કરે છે અને કહે છે કે તેની ટ્રેનનું એન્જિન ખરાબ થઈ ગયું છે અને તેથી જ બીજી ટ્રેનનું એન્જિન લગાવવું પડ્યું. આના પર અનુપમ કહ્યું હતું, 'અરે તું તો એકદમ સ્માર્ટ છે અને બહુ જ બુદ્ધિમાન છે.'

ત્યારબાદ અનુપમ ખેર બાળકને રેલવે ટ્રેક ક્રોસ કરાવે છે અને પ્લેટફોર્મ પર ફરે છે. વાતવાતમાં અનુપમ બાળકને પૂછે છે, 'તારા પપ્પા ક્યાં છે?' જેના પર બાળક જવાબ આપે છે કે તે તો મરી ગયા છે. આ સાંભળીને અનુપમ ખેર થોડીવાર ચૂપ થઈ જાય છે અને બાળકની માતાને પૂછે છે કે તેમનું મોત કેવી રીતે થયું? તો જવાબ મળે છે કે અકસ્માતમાં.

માતાથી દૂર થતાં સમયે અનુપમ ખેર ઇમોશનલ થયા હતા
આ પહેલાં અનુપમ ખેરે એક માતા દુલારી ખેર સાથેનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો શૅર કરીને તેમણે કહ્યું હતું, 'દુનિયાનું સૌથી મુશ્કેલ કામ મમ્મીને આવજો કહેવાનું છે. તે શિમલામાં જ છે અને હું મુંબઈ જઈ રહ્યો છું. અમે એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. તેમણે મને આ શહેરમાં અમારા શરૂઆતના દિવસો સાથે જોડાયેલી રસપ્રદ વાતો કહી. દુનિયાનું સૌથી સરળ કામ માતા-પિતાને ખુશ કરવાનું છે. તેમને આશીર્વાદ મળે છે, તે અંતહીન છે.'

વધુમાં અનુપમે કહ્યું હતું, 'મમ્મી ભાવુક છે, પરંતુ હું સમજી ના જાઉં એટલે પોતાની ભાવના છુપાવે છે. હું પણ આવું જ કરવાનો પ્રયાસ કરું છું. મારા મતે આને જ ફેમિલી બોન્ડ કહે છે. જય હો.' વર્કફન્ટની વાત કરીએ તો અનુપમ ખેર 'હેપ્પી બર્થડેઃ ધ લાસ્ટ શો', 'મુંગીલાલ રોક્સ' તથા 'ધ કશ્મીર ફાઇલ્સ'માં જોવા મળશે.