યે દોસ્તી:આર્યન કેસમાં જુહી ચાવલા જ કેમ જામીનદાર બની? આ વીડિયોથી સમજો કિંગ ખાન સાથેની ફ્રેન્ડશિપ કેમિસ્ટ્રી

એક મહિનો પહેલા

આ સવાલનો જવાબ છે તેમની દોસ્તી..જ્યારે તમામ લોકો શાહરુખના મુશ્કેલીભર્યા સમયમાં તેના પર સવાલ ઉઠાવી રહ્યા હતા ત્યારે જુહીએ નેગેટીવ પબ્લિસીટી પર ધ્યાન ન આપી આર્યનની જામીનદાર બનવાનો નિર્ણય કર્યો. આ દોસ્તી વિશે તમને જણાવીએ કે બંનેની ફ્રેન્ડશિપ 28 વર્ષ જૂની છે. બે દાયકાથી પણ લાંબા સમયમાં ઘણા એવા કિસ્સાઓ થયા છે, જેમાં આ દોસ્તી ગાઢ બની છે તો ક્યારેક ખરાબ સમયનો પણ સામનો કર્યો છે.

'રાજુ બન ગયા જેન્ટલમેન'થી શરુ થઈ દોસ્તી
શાહરુખ અને જુહી ચાવલા સૌથી પહેલા ફિલ્મ 'રાજુ બન ગયા જેન્ટલમેન'ના સેટ પર મળ્યા હતા. આ સમયે જુહી સ્ટેબ્લિશ્ડ સ્ટાર હતી. શાહરુખ બોલિવૂડમાં નવો નવો હતો. આ સમયે જુહી ચાવલા શાહરુખ વિશે કઈ પણ જાણતી નહોતી. ફિલ્મના ડિરેક્ટરે જુહી સામે શાહરુખના ખુબ વખાણ કર્યા, પરંતુ જ્યારે જુહીએ શાહરુખને જોયો તો તેને ફિલ્મ સાઈન કરવાના નિર્ણય પર પસ્તાવો થયો હતો. 'ફૌજી' સિરિયલના અમુક એપિસોડ્સ જોઈને જુહીએ શાહરુખની એક્ટિંગ સ્કિલ્સ પર ભરોસો થયો અને ફિલ્મમાં કામ શરુ થયું. આ બાદ બંનેએ 'ડર', 'પરમાત્મા', 'રામ જાને' જેવી ફિલ્મોમાં કામ કર્યું

દોસ્તી બની ગાઢ
મહેશ ભટ્ટે ડિરેક્ટ કરેલી અને યશ જોહરે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ 'ડુપ્લીકેટ'માં જુહી કામ કરવા નહોતી માગતી, પરંતુ શાહરુખે તેને કન્વીન્સ કરી હતી. આ જ ફિલ્મના પ્રાગના શૂટિંગ શેડ્યુલ દરમિયાન જુહીની માતાનું નિધન થયું હતું. આ સમયે શાહરુખ જ જુહી ચાવલા સાથે હતો. અહીંયા સુધી કે જુહીને ફરીથી શૂટિંગ સેટ પર લાવવા માટે શાહરુખે ઘણી મહેનત કરી હતી. આ ઘટના બાદ જુહી અને શાહરુખની મિત્રતા વધુ ગાઢ બની.

દોસ્તીની પરીક્ષા
આ દરમિયાન જ જુહી ચાવલાના ભાઈ બોબી ચાવલાને હાર્ટ અટેક આવ્યો હતો અને તે ચાર વર્ષ માટે કોમામાં જતો રહ્યો. જુહી આ ઘટના બાદ તુટી ગઈ, પરંતુ તેનું માનવું હતું કે તે રહે ત્યાં સુધી ડ્રિમ્સ અનલિમિટેડમાં કોઈ તેની જગ્યા લઈ શકે તેમ નથી. કંપનીના નુકસાનને જોતા શાહરુખે જુહીને પ્રેક્ટિકલ રીતે વિચારવાની સલાહ આપી હતી, પરંતુ જુહી ન માની. જુહીની મરજી વિરુદ્ધ જઈ શાહરુખે નવા CEO (ચીફ એક્ઝિક્યૂટિવ)ને અપોઈન્ટ કર્યો. આ નિર્ણય બાદ જુહીએ કંપનીથી અલગ થવાનો નિર્ણય કરી લીધો. બિઝનેસના કારણે દોસ્તી ન બગડે તે માટે બોબી ચાલવાના મૃત્યુ બાદ જુહી કંપનીથી અલગ થઈ ગઈ અને ડ્રિમ્સ અનલિમિટેડ કંપની રેડ ચીલીઝ એન્ટરટેનઈન્મેન્ટ બની ગઈ.

ઓલ ઈઝ વેલ!
શાહરુખ અને જુહી હવે બિઝનેસ પાર્ટનર્સ નહોતા પરંતુ તેઓ એકબીજાના મિત્ર જરુર હતા. બંને એકબીજાની હાઉસ પાર્ટીઝ અને ફંક્શનમાં અચૂક હાજર રહેતા. ઘણા વર્ષો બાદ જુહીએ શાહરુખ સાથે ફરી એકવાર બિઝનેસ વેન્ચર શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને બંનેએ IPLની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ ખરીદી. હવે બંને પબ્લિકલી ફક્ત IPL મેચ દરમિયાન જ જોડે જોવા મળતા. જોકે, હાલમાં જ IPLના ઓક્શન દરમિયાન આર્યન અને જુહી ચાવલાની દીકરી જોડે જોવા મળ્યા હતા. આ ઓક્શનની તસવીરો ઘણી વાઈરલ થઈ હતી. લોકોનું માનવું છે કે આર્યન અને જાહ્નવી આ દોસ્તીની લીગેસી આગળ લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...