ત્રણે પેઢીનો ક્વિઝ શો:KBC 13ના 1000મા એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર દીકરી શ્વેતા ને દોહિત્રી નવ્યા બેસશે

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમિતાભે સો.મીડિયામાં તસવીરો શૅર કરી

અમિતાભ બચ્ચનના ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ'માં ત્રણ પેઢી જોવા મળશે. અમિતાભે આ અંગેની એક તસવીર સો.મીડિયામાં શૅર કરી છે. બિગ બીએ દીકરી શ્વેતા બચ્ચન તથા દોહિત્રી નવ્યા નવેલી નંદા સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'દીકરીઓ સૌથી પ્રેમાળ, તેમની જ આ દુનિયા છે.'

1000મો એપિસોડ સ્પેશિયલ હશે
વર્ષ 2000માં શરૂ થયેલા આ શોની હાલમાં 13મી સિઝન ચાલે છે. શોનો એક હજારમો એપિસોડ અમિતાભ બચ્ચને દીકરી તથા દોહિત્રી સાથે શૂટ કર્યો છે. આ શોમાં બંને સવાલ-જવાબ કરશે કે નહીં તે વાત હજી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે 13 સિઝનમાંથી ત્રીજી સિઝન શાહરુખે હોસ્ટ કરી હતી, બાકી બધી સિઝન બિગ બીએ હોસ્ટ કરી છે.

નવ્યા હાલમાં રિલેશનશિપને કારણે ચર્ચામાં આવી છે. નવ્યાનું નામ હાલમાં 'બંટી ઔર બબલી 2'ના એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડાયેલું છે. બંને સીરિયસ રિલેશનશિપમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ સંબંધોની પુષ્ટિ કરી નથી.

નવા મહિલાઓ માટે કામ કરે છે
નવ્યાની સો.મીડિયામા ઘણી જ ફૅન ફોલોઇંગ છે. તે ચાહકો સાથે ઇન્ટરેક્શન પણ કરતી હોય છે. નવ્યાએ નાના-નાની, મામા-મામીની જેમ ગ્લેમર વર્લ્ડમાં આવવાને બદલે પરિવારની કંપનીમાં કામ કરવાનું પસંદ કર્યું છે. તે ઓનલાઇન હેલ્થકેર પ્લેટફોર્મ આરા હેલ્થની ફાઉન્ડર છે. આ પ્લેટફોર્મનો હેતુ લૈંગિક અસમાનતાના મુદ્દે ભારતમાં મહિલાઓને સશક્ત બનાવવાનું છે.