ડિરેક્ટર-પ્રોડ્યૂસર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં 53મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાનું આયોજન થયું હતું. અહીંયા ઇઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ' અંગે વાત કરી હતી. તેમણે આ ફિલ્મને વલ્ગર પ્રોપેગેંડા ગણાવી હતી. નાદવના વિવાદાસ્પદ નિવેદન બાદ બોલિવૂડ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. અનુપમ ખેર, અશોક પંડિત, રામગોપાલ વર્માએ આ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે, જ્યારે સ્વરા ભાસ્કર-પ્રકાશ રાજે ઇઝરાયલના ડિરેક્ટરને સપોર્ટ આપ્યો છે.
નાદિવ વિરુદ્ધ ફરિયાદ થઈ
એડવોકેટ તથા સોશિયલ એક્ટિવિસ્ટ વિનીત જિંદાલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે તેમણે ઈઝરાયેલના ડિરેક્ટર નાદવ લેપિડ વિરુદ્ધ ગોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. નાદિવે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને અશ્લીલ અને પ્રોપેગેંડાવાળી કહીને કાશ્મીરમાં થયેલા હિંદુ સમુદાયના બલિદાનનું અપમાન કર્યું છે.
આ સેલેબ્સ નાદવના સપોર્ટમાં
સ્વરા ભાસ્કર પહેલેથી જ 'ધ કાશ્મીર ફાઇલ્સ'નો વિરોધ કરતી આવી છે. નાદવે જ્યારે આ ફિલ્મ અંગે નિવેદન આપ્યું એટલે સ્વરાએ તરત જ રિએક્શન આપ્યું હતું. સ્વરાએ કહ્યું હતું, 'લો, ફરી એકવાર દુિયામાં જગજાહેર થઈ ગયું.'
પ્રકાશ રાજે શું કહ્યું?
પ્રકાશ રાજ પણ પહેલેથી જ આ ફિલ્મના મેકર્સ પર ભડકેલા છે. તેમને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હવે તો શરમ ઑફિશિયલી થઈ છે. નોંધનીય છે ે પ્રકાશે આ ફિલ્મને પહેલા નફરતના બી રોપનારી ગણાવી હતી.
કોણે નદાવના નિવેદનનો વિરોધ કર્યો?
વિવેક અગ્નિહોત્રીએ શું કહ્યું?
ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું હતું, 'સત્ય સૌથી ભયાનક છે. આ લોકો પાસેથી ખોટું બોલાવી શકે છે.'
અનુપમ ખેરે કહ્યું હતું, 'મને લાગે છે કે આ પ્રી પ્લાન્ડ છે, કારણ કે તરત જ ટૂલકિટ ગેંગ એક્ટિવ થઈ ગઈ. આ ઘણું જ શરમજનક નિવેદન છે. આ નિવેદનનો યોગ્ય જવાબ આપવામાં આવશે. ભગવાન તેમને સદબુદ્ધિ આપે.'
મીડિયા સાથેની વાતચીતમાં દર્શનકુમારે કહ્યું હતું, 'દરેક વ્યક્તિનો પોતાનો અભિપ્રાય હોય છે, પરંતુ કોઈ એ વાતનો અસ્વીકાર ના કરી શકે કે 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં કાશ્મીરી પંડિતોની દુઃખભરી વાત કહેવામાં આવી છે. હજી પણ તેઓ ન્યાય માટે આતંકવાદ સામે લડી રહ્યા છે. આ ફિલ્મ વલ્ગર નહીં, પરંતુ વાસ્તવિકતા છે.
ફિલ્મમેકર અશોક પંડિતે કહ્યું હતું, 'ફિલ્મ માટે લેપિડે જે ભાષાનો ઉપયોગ કર્યો તેની સામે મને વાંધો છે. 3 લાખ કાશ્મીરી હિંદુઓના નરસંહારને અશ્લીલ કહી શક્યા નહીં. હું કાશ્મીરી પંડિત હોવાને નાતે આ નિવેદનની નિંદા કરું છું.'
રણવીર શૌરીએ પણ સો.મીડિયામાં આ નિવેદનને શરમજનક ગણાવ્યું હતું.
ફિલ્મમેકર રામગોપાલ વર્માએ કહ્યું હતું કે આ નિવેદન આપનાર વ્યક્તિ વિદેશી છે અને તેને સચ્ચાઈની જાણ નથી.
નાદવ લેપિડે શું કહ્યું હતું?
53મા ફિલ્મ ફેસ્ટિવલની ક્લોઝિંગ સેરેમનીમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયાના જ્યૂરી પ્રમુખ નાદવ લેપિડે કહ્યું હતું કે તે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' જોઈને નવાઈમાં મૂકાઈ ગયા હતા. આ દુષ્પ્રચાર કરનારી અશ્લીલ ફિલ્મ છે. 'ધ કાશ્મીર ફાઇલ્સ' આ ફિલ્મ ફેસ્ટિવલ માટે યોગ્ય નથી. આ ફિલ્મ વલ્ગર તથા પ્રોપેગેંડાવાળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.