અનુભવનો અનુભવ:કાર્તિકના સપોર્ટમાં ડિરેક્ટર, કહ્યું- તેના વિરુદ્ધનું અભિયાન વાજબી નથી, તેના મૌનનું હું સન્માન કરું છું

મુંબઈએક વર્ષ પહેલા

કરન જોહરે પોતાની ફિલ્મ 'દોસ્તાના 2'માંથી કાર્તિક આર્યનને હાંકી કાઢ્યો છે. ત્યારબાદ સતત તેને ફિલ્મમાંથી બહાર કાઢી મૂક્યો તેવા ન્યૂઝ સામે આવી રહ્યાં છે. શાહરુખ ખાન તથા આનંદ એલ રાયની ફિલ્મમાંથી કાર્તિકને બહાર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, બોલિવૂડના જાણીતા ડિરેક્ટર અનુભવ સિંહાએ કહ્યું હતું કે કાર્તિક વિરુદ્ધનું આ અભિયાન પૂરી રીતે ખોટું છે.

અનુભવનો અનુભવ કહે છે
અનુભવે સો.મીડિયા પોસ્ટમાં કહ્યું હતું, 'જ્યારે કોઈ પ્રોડ્યૂસર એક્ટરને ડ્રોપ કરે અથવા કોઈ એક્ટર ફિલ્મ છોડે છે તો તેઓ આ અંગે વાત કરતા નથી. આ હંમેશાં થાય છે. કાર્તિક આર્યનના કેસમાં જાણી જોઈને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ તદ્દન ખોટું છે. હું તેના મૌનનું સન્માન કરું છું.'

આનંદ એલ રાયે કાર્તિકને ફિલ્મમાંથી બહાર કર્યો હોવાની વાતને ખોટી ગણાવી છે. તો પ્રોડ્યૂસર કુમાર મંગત પાઠક એક્ટર કાર્તિક સાથે કામ કરે છે. કાર્તિકની અપકમિંગ ફિલ્મમાં 'ભૂલ ભુલૈયા 2' તથા 'ધમાકા' છે.

કંગનાએ પણ કાર્તિકનો બચાવ કર્યો હતો
એપ્રિલમાં જ્યારે કાર્તિકને 'દોસ્તાના 2'માંથી બહાર કરવામાં આવ્યો ત્યારે કંગનાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને તેને સપોર્ટ કર્યો હતો. કંગનાએ કહ્યું હતું, 'કાર્તિક પોતાના દમ પર અહીં સુધી પહોંચ્યો છે. તે આગળ પણ પોતાના દમ પર જ કરશે. 'પાપા જો' તથા તેની નેપો ગેંગને માત્ર એક જ અપીલ છે કે તેઓ તેને એકલો છોડી દે. સુશાંતની જેમ તેની પાછળ ના પડી જશો. તેને ફાંસી માટે મજબૂર ના કરો. તેને એકલો છોડી દો.

કાર્તિકે આ ચિલ્લરોથી ડરવાની જરૂર નથી. બકવાસ આર્ટિકલ્સ તથા તારા વ્યવહારને જવાબદાર ઠેરવતા નિવેદનો જાહેર કરીને તે ગરિમામય મૌન રાખવા ઈચ્છે છે. આ લોકોએ સુશાંત સિંહ રાજપૂત વિરુદ્ધ આવી જ ડ્રગ એડિક્શન તથા અનપ્રોફેશનલ વલણની વાતો ફેલાવી હતી.

કાર્તિક અમે તારા સાથે છીએ. જેણે તને બનાવ્યો જ નથી, તે તને ક્યારેય તોડી શકશે નહીં. આજે તને દરેક બાજુથી એકલતાનો અનુભવ થતો હશે, પરંતુ આવું વિચારવાની જરૂર નથી. આ ડ્રામા ક્વીન 'જો'ને બધા જ ઓળખે છે. ડિયર તું બહુ જ સારું કરીશ. તારી પ્રવૃત્તિ પર વિશ્વાસ રાખ અને ડિસિપ્લિનમાં રહે. બહુ બધો પ્રેમ.'

અન્ય સમાચારો પણ છે...