સો.મીડિયા વાઇરલ:સ્પેનમાં પ્રિયંકા ચોપરાએ રેડ-યલો સ્વિમસૂટ પહેરીને યૉટમાં મજા માણી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકા ચોપરા સ્પેનમાં 'સિટાડેલ'નું શૂટિંગ કરી રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ શૂટિંગમાંથી બ્રેક લઈને યૉટમાં સમય પસાર કર્યો હતો. પ્રિયંકા તેની માતા મધુ ચોપરા તથા સિરીઝ 'સિટાડેલ'ના કલાકારો સાથે જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરા હાલમાં સ્પેનમાં પ્રિયંકા ચોપરાએ સ્પેનના વૅલેન્શિયાની તસવીરો શૅર કરી હતી. પ્રિયંકા દરિયામાં યૉટ પર મજા માણી રહી છે. પ્રિયંકા યલો તથા રેડ સ્વિમસૂટમાં જોવા મળે છે. આ તસવીરો શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, 'પર્ફેક્ટ દિવસ, ગઈકાલ અંગે...'

કેટલીક તસવીરમાં પ્રિયંકા યૉટ પર છે તો એક તસવીરમાં પ્રિયંકા દરિયામાં તરતી જોવા મળે છે. તેની સાથે 'સીટાડેલ'ના કોસ્ચ્યુમ ડિઝાઇનર સારા સેન્સોય તથા ઓસી ઇખિલે છે.

સેલેબ્સે સો.મીડિયામાં કમેન્ટ્સ કરી
પ્રિયંકાની તસવીરો જોતાં જ તેના પતિ નિક જોનસે કમેન્ટ કરતાં કહ્યું હતું, 'ડેમ ગર્લ.' પ્રિયંકાની ફ્રેન્ડ જેસિકાએ પોસ્ટ કર્યું હતું, 'ગોર્જિયસ, યલો સૂટ.'

સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત
હાલમાં પ્રિયંકા સ્પેનના વૅલેન્શિયામાં 'સિટાડેલ'નું શૂટિંગ કરી રહી છે. આ સિરીઝને રૂસ્સો બ્રધર્સ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ સિરીઝમાં સ્પાય-એક્શન જોવા મળશે.

પ્રિયંકાની છેલ્લે 'ધ વ્હાઇટ ટાઇગર' તથા 'વી કેન બી હીરો' રિલીઝ થઈ રહી છે. પ્રિયંકા 'મેટ્રિક્સ 4', 'ટેક્સ્ટ ફોર યુ'માં જોવા મળશે. હિંદી ફિલ્મ 'જી લે ઝરા'માં પ્રિયંકા, આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે કામ કરશે.