શિલ્પા શેટ્ટી બોલિવૂડની મોસ્ટ બ્યુટીફ્યુલ એક્ટ્રેસ હોવાની સાથે સ્ટાઈલિશ ડિવા પણ છે. શિલ્પાએ ફેશન વર્લ્ડમાં પોતાના ફ્યુઝન અને ઈન્ડો-વેસ્ટર્નનો નવો ટ્રેન્ડ શેટ કર્યો છે. શિલ્પાનો લુક યંગ ગર્લ્સને ઘણો પસંદ આવે છે. હવે ફરી એક વાર શિલ્પા શેટ્ટી ગોર્જિયસ આઉટફિટમાં જોવા મળી છે.
શિલ્પા શેટ્ટી અત્યારે ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં જજની પેનલમાં જોવા મળી રહી છે. હાલના જ એક એપિસોડમાં શિલ્પાએ લવંડર કલરનો લહેંગો પહેર્યો હતો. શિલ્પાનો આ કન્ટેમ્પ્રેરી લુક ઘણો આકર્ષક છે.
શિલ્પાએ આ લહેંગામાં પોતાની તસવીર ફેન્સની સાથે શેર કરી છે. લવંડર કલરનો આ લહેંગો ડિઝાઈનર શિવાન એન્ડ નરેશના કલેક્શનમાંથી લેવામાં આવ્યો છે. શિલ્પાના લહેંગા પર સ્કવીન, પર્લ અને મિરર વર્ક છે. લહેંગાને કન્ટેમ્પ્રેરી લુક આપવા માટે શિલ્પાએ તેની સાથે વન ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો છે. એક્ટ્રેસના બ્લાઉઝની એક સ્લીવ પર એમ્બ્રોડરી કરવામાં આવી છે.
આ લહેંગાનું ફેબ્રિક ઓર્ગેન્ઝા સિલ્ક છે. જેના પર હેવી વર્ક કરવામાં આવ્યું છે. શિલ્પાએ આ ગ્લેમરસ ફ્યુઝન લહેંગા ચોલીની સાથે હેવી બેંગ્લસ, ફિંગર રિંગ અને મેચિંગની ઈયરરિંગ્સ પહેરી છે. શિલ્પાએ પોતાની આંખોને લવંડર શેડમાં સ્મોકી લુક આપ્યો છે.
જો તમને પણ શિલ્પા શેટ્ટીનો આ લુક પસંદ આવ્યો હોય અને તમે તેને ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમે તેને ફેશન ડિઝાઈનર શિવાન એન્ડ નરેશની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદી શકો છો. શિલ્પાના આ ગોર્જિયસ આઉટફિટની કિંમત 3,95,000 રૂપિયા છે. આ ડ્રેસની સાથે તમને ડિઝાઈનર દુપટ્ટો પણ મળશે. ડ્રેસ અલગ અલગ સાઈઝમાં ડિઝાઈનર્સની વેબસાઈટ પર મળી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.