દિવાળી 2021:લોસ એન્જલસમાં પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનસ સાથે નવા ઘરમાં દિવાળી સેલિબ્રેટ કરી, સો. મીડિયા પર ફોટોઝ શેર કર્યા

લોસ એન્જલસ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રિયંકાએ નવું ઘર રગોળી અને મીણબત્તીઓથી સજાવ્યું હતું

દિવાળીના દિવસે પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે લોસ એન્જલસ સ્થિત પોતાના નવા ઘરમાં દિવાળીનું સેલિબ્રેશન કર્યું. આ સેલિબ્રેશનની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિવાળી પાર્ટીમાં પ્રિયંકાએ ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા તૈયાર કરવામાં આવેલો સુંદર લહેંગો પહેર્યો હતો. નિક જોનસ લાલ કુર્તા પાયજામા અને બ્લેક જેકેટમાં એકદમ હેન્ડસમ દેખાતો હતો. બંનેનો સુંદર વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

પ્રિયંકાએ નવું ઘર રગોળી અને મીણબત્તીઓથી સજાવ્યું હતું. ફોટો શેર કરતાં પ્રિયંકા ચોપરાએ લખ્યું કે અમારા નવા ઘરમાં અમારી પહેલી દિવાળી છે. આ હંમેશાં યાદ રહેશે. તે બધા લોકોનો આભાર, જેમણે આ દિવસ યાદગાર બનાવવા માટે અમારી મદદ કરી. તે બધાનો પણ આભાર, જે અમારી સાથે સેલિબ્રેશનમાં સામેલ થયા. બેસ્ટ પતિ અને પાર્ટનર નિક જોનસ, આઈ લવ યુ.

હોલિવૂડના ફેમસ સિંગર જોન લિજેન્ડ અને તેની પત્ની અને મોડલ ક્રિસી ટાઇજન પણ પ્રિયંકા ચોપરાની આ પાર્ટીમાં પહોંચ્યા હતા. બંનેએ ઈન્ડિયન આઉટફિટ પહેર્યા હતા.

હોલિવૂડના ફેમસ સિંગર જોન લિજેન્ડ અને તેની પત્ની અને મોડલ ક્રિસી ટાઇજન.
હોલિવૂડના ફેમસ સિંગર જોન લિજેન્ડ અને તેની પત્ની અને મોડલ ક્રિસી ટાઇજન.

દિવાળી પાર્ટી પહેલાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસે પોતાના નવા ઘરમાં લક્ષ્મીપૂજા કરી હતી. આ પૂજાના ફોટોઝ પ્રિયંકા ચોપરાએ શેર કર્યા હતા. તેણે ફેન્સને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી હતી.

લક્ષ્મીપૂજામાં પ્રિયંકા ચોપરા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી અને નિક વ્હાઇટ કુર્તા પાયજામામાં હતો. આ પહેલાં પ્રી-દિવાળી સેલિબ્રેશનમાં પ્રિયંકા ગોલ્ડ તથા બેઝ રંગના લહેંગામાં જોવા મળી હતી.