તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાડલી છ મહિનાની થઈ:લંડનમાં અનુષ્કા શર્મા-વિરાટ કોહલીએ દીકરી વામિકાની નાનકડી ઝલક બતાવી, પાર્કમાં સેલિબ્રેશન કર્યું

મુંબઈ19 દિવસ પહેલા
  • અનુષ્કા શર્માએ સેલિબ્રેશનની તસવીરો શૅર કરી

અનુષ્કા શર્મા તથા વિરાટ કોહલીની દીકરી છ મહિનાની થઈ ગઈ છે. અનુષ્કાએ 11 જાન્યુઆરીના રોજ દીકરીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. હાલમાં આ ત્રણેય લંડનમાં છે અને પાર્કમાં સેલિબ્રેશન કર્યું હતું.

પાર્કમાં જોવા મળ્યા
અનુષ્કા શર્માએ દીકરી છ મહિનાની થતાં સેલિબ્રેશન કર્યું હતું. અનુષ્કા તથા વિરાટે સિમ્પલ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કા તથા વિરાટ પાર્કમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં અનુષ્કાના ખોળામાં દીકરી છે તો બીજી તસવીરમાં વિરાટે વામિકાને તેડી હોય છે. વામિકાએ પિંક તથા પીચ રંગનું ફ્રોક તથા પિંક શૂઝ પહેર્યા હોય છે. અનુષ્કા તથા વિરાટે કેક કટિંગ પણ કર્યું હતું.

અનુષ્કાએ ભાવુક પોસ્ટ શૅર કરી
અનુષ્કાએ સો.મીડિયામાં બર્થડે સેલિબ્રેશનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'તેનું હાસ્ય આખી દુનિયા બદલી શકે છે. આશા છે કે તે અમારી પાસે જે પ્રેમની અપેક્ષા રાખે છે, અમે તેના પ્રેમ પર ખરા ઊતરી શકીએ. અમને ત્રણેયને હેપ્પી છ મહિના.'

અનુષ્કાએ સેલિબ્રેશનની શૅર કરેલી તસવીરો

અનુષ્કા વર્ષના અંતે શૂટિંગ શરૂ કરશે
હાલમાં અનુષ્કા શર્મા દીકરી વામિકા તથા પતિ વિરાટ કોહલી સાથે લંડનમાં ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરે છે. સૂત્રોના મતે, કોરોનાને કારણે અનુષ્કાએ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. અનુષ્કા હાલમાં દીકરીનું ધ્યાન રાખવા માગે છે. અનુષ્કા શર્મા વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં અનુષ્કા પોતાના પ્રોડક્શન હાઉસનું કામ કરી રહી છે. અનુષ્કા 'પાતાલ લોક 2' તથા 'કાલા' સહિતના શો બનાવવાની છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા છેલ્લે 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન તથા કેટરીના કૈફ હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ સુપરફ્લોપ રહી હતી.