જેસનની આત્મહત્યા:માતાના મોતથી ડિપ્રેશનમાં સરી પડેલો કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના સાળા જેસને પંખે લટકીને આપઘાત કરી લીધો, 3 વર્ષથી ગાંજો પીતો હતો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેસને 20 જાન્યુઆરીના રોજ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો

કોરિયોગ્રાફર તથા ફિલ્મમેકર રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સે 20 જાન્યુઆરીના રોજ મુંબઈના મિલ્લત નગર સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. ગુરુવાર, 20 જાન્યુઆરીના રોજ બપોરના સમયે મુંબઈ પોલીસ કંટ્રોલમાં ફોન આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવી હતી કે 48 વર્ષીય જેસને ગળેફાંસો ખાધો છે. નોંધનીય છે કે જેસન વોટકિન્સ છેલ્લાં ઘણાં સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. તેણે રેમો ડિસોઝાની તમામ ફિલ્મમાં આસિસન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.

પોલીસ જેસનને તાત્કાલિક કૂપર હોસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ હાજર ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. જેસને પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જેસન છેલ્લાં ઘણાં સમયથી ગાંજો પીતો હતો અને નશાની હાલતમાં તેણે આત્મહત્યા કરી છે. જેસનના 74 વર્ષીય સાવકા પિતા તથા બહેન લેઝલે પોલીસને કહ્યું હતું કે તેનો ભાઈ છેલ્લાં ત્રણ વર્ષથી ડિપ્રેશનમાં હતો. 2018માં માતાનું અવસાન થયા બાદથી તે ડિપ્રેશનમાં સરી પડ્યો હતો.

પરિવારે કોઈને પણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી નથી. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી હતી કે જેસન છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો. આ વાત તેને અંદર ને અંદર કોરી ખાતી હતી અને કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. પોલીસે કહ્યું હતું કે આ કેસમાં કોઈ ફાઉલ પ્લે નથી.

રેમોએ કહ્યું, અંતે તને શાંતિ મળી હોય
રેમોએ સો.મીડિયામાં જેસનની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ભાઈ તે તો અમારું દિલ તોડી નાખ્યું. આશા છે કે અંતે તને શાંતિ મળી ગઈ હોય. તારી આત્માને શાંતિ મળે.'

લિઝેલે કહ્યું- માતાના ગમમાં આવું કર્યું હોવાની શક્યતા
'ઇ ટાઇમ્સ' સાથેની વાતચીતમાં લિઝેલે કહ્યું હતું કે તેના પિતાને કિડનીની બીમારી છે અને તે ડાયલિસિસ માટે હોસ્પિટલ ગયા હતા. જ્યારે તે પાછા આવ્યા ત્યારે જેસને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતાએ માંડ માંડ દરવાજો ખોલ્યો હતો અને ઘરમાં જોયું તો જેસનની લાશ પડી હતી. લેઝલે રડતાં રડતાં કહ્યું હતું કે તેને લાગે છે કે જેસન માતાના જવાનું દુઃખ ભૂલાવી શક્યો નહીં. તેની માતાનું 2018માં અવસાન થયું હતું. તે માતાની ઘણી જ નિકટ હતો. તે કલાક પહેલાં જ ગોવાથી મુંબઈ આવી છે. તેને પિતાનો ફોન આવ્યો હતો અને જેસન અંગે વાત કરી હતી. પરિવાર હાલ આઘાતમાં છે.

સો.મીડિયામાં લિઝેલે કહ્યું, શા માટે?
લિઝેલે સો.મીડિયામાં ભાઈની ત્રણ તસવીરો શૅર કરી હતી, જેમાં એકમાં તેણે સવાલ કર્યો હતો કે 'શા માટે?' અન્ય એક તસવીરમાં તેણે કહ્યું હતું, 'તું મારી સાથે આવું કેવી રીતે કરી શકે. હું ક્યારેય તને માફ કરીશ નહીં.' છેલ્લી તસવીરમાં લિઝેલે કહ્યું હતું, 'મમ્મી મને માફ કરી દે, હું નિષ્ફળ રહી.'