SRKનો 'જબરા ફેન':ઇજિપ્તમાં એક્ટરના ચાહકે ભારતીય પ્રોફેસરને મદદ કરી, કહ્યું, 'તમે શાહરુખના દેશમાંથી આવો છો, તમારી પર વિશ્વાસ છે'

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં લોકપ્રિય છે. શાહરુખ ખાનને કારણે ભારતીય પ્રોફેસરને વિદેશમાં મદદ મળી હતી. ભારતીય પ્રોફેસરે સોશિયલ મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરી હતી.

અશ્વિની દેશપાંડેએ શું કહ્યું?
અશ્વિની દેશપાંડે ઇકોનોમિક્સના પ્રોફેસર છે. તેઓ અશોકા યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમણે સો.મીડિયામાં ઇજિપ્તમાં પોતાની સાથે થયેલા અનુભવ અંગે વાત કરી હતી. અશ્વિની દેશપાંડેએ કહ્યું હતું, 'ઇજિપ્તમાં એક ટ્રાવેલ એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના હતા. તે સમયે પૈસા ટ્રાન્સફર થયા નહીં. આ વખતે ટ્રાવેલ એજન્ટે કહ્યું કે તમે શાહરુખના દેશમાંથી આવો છો. મને તમારી પર વિશ્વાસ છે. હું બુકિંગ કરી દઉં છું. તમે મને પેમેન્ટ પછી કરજો. અન્ય કોઈ દેશના લોકો માટે હું આવું ના કરું, પરંતુ શાહરુખ માટે કંઈ પણ, અને તેને કર્યું. શાહરુખ ખાન બાદશાહ છે.' આ પોસ્ટ સાથે અશ્વિનીએ ક્રાઉન ઇમોજી શૅર કરી હતી.

આ પોસ્ટ પર અન્ય ચાહકોએ પણ કિસ્સા કહ્યાં
અશ્વિની દેશપાંડેની આ પોસ્ટ બાદ અન્ય યુઝર્સે પણ શાહરુખ ખાનના ફેનડમ સાથે જોડાયેલા અનુભવો શૅર કર્યા હતા. એક યુઝરે કહ્યું હતું, 'આ ઘણું જ સારું છે. અમારી સાથે શૅર કરવા બદલ તમારો આભાર. ફ્રાંસમાં મારા ફ્રેન્ડ્સ છે. જ્યારે મેં તેમને પહેલી જ વાર કહ્યું કે હું ભારતનો છું તો તેઓ ઘણાં જ એક્સાઇટેડ હતા. તે ભારત આવવા માગે છે. ભારતમાં તે માત્ર શાહરુખને ઓળખે છે. 'છમ્મક છલ્લો' સોંગ તેમને ઘણું જ પસંદ છે.'

અન્ય એક યુઝરે કહ્યું હતું, 'અર્જેટીનામાં મેટ્રો ટ્રેનમાં ઘણીવાર હું શાહરુખ ખાનના ગીતો સાંભળતો હતો. આ સમયે ટ્રેનના અન્ય મુસાફર મને પૂછતા કે શું આ મિસ્ટર ખાન છે? આ ઘણી જ ગર્વની વાત છે.'

શાહરુખ 'પઠાન'માં વ્યસ્ત
શાહરુખ ખાન છેલ્લે 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં કેટરીના કૈફ તથા અનુષ્કા શર્મા હતા. આ ફિલ્મ ફ્લોપ રહી હતી. શાહરુખ હાલમાં 'પઠાન'માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહમ છે.