અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન:15 મહિનામાં અર્જુન જાડિયાપાડિયામાંથી બાવડેબાજ કેવી રીતે બન્યો? ટોપલેસ ફોટો શૅર કરીને કહ્યું, ‘છાતીના વાળ તો આમ જ રહેશે!’

મુંબઈ10 દિવસ પહેલા
  • અર્જુન કપૂરે સો.મીડિયામાં તસવીરો શૅર કરી

બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિટ બૉડીને કારણે ચાહકોમાં લોકપ્રિય હોય છે. અર્જુન કપૂરે બોલિવૂડ ડેબ્યુ કર્યું એ પહેલાં તેણે 50 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. હવે ફરી એકવાર અર્જુને વજન ઘટાડ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં અર્જુન કપૂરની બહેન અંશુલાનું ટ્રાન્સફોર્મેશન ચર્ચામાં રહ્યું હતું. તે છેલ્લાં બે વર્ષથી વજન ઘટાડવાનો પ્રયાસ કરતી હતી.

સો.મીડિયામાં બે તસવીર શૅર કરી
અર્જુન કપૂરે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં અર્જુન કપૂર એકદમ ફિટ જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે જાડો જોવા મળ્યો હતો. એક તસવીર મે, 2022ની છે અને બીજી તસવીર ફેબ્રુઆરી, 2021ની છે.

તસવીરો શૅર કરીને શું કહ્યું?
અર્જુન કપૂરે તસવીરો શૅર કરીને કહ્યું, '15 મહિના મેં મારી જાત પર કામ કર્યું. હવે સારું ફીલ થઈ રહ્યું છે. હું પછી આ પોસ્ટ ડિલિટ કરીશ નહીં, કારણ કે મને આ જર્ની પર ઘણો જ ગર્વ છે.' તેણે વધુમાં જણાવ્યું હતું, 'ફેબ્રુઆરી, 2021થી મે, 2022 સુધી આ બધું કરવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું અને હું ખુશ છું કે હું આ રસ્તે અડગ રહ્યો. હું માનું છું કે આ ટ્રેક ઘણો જ મુશ્કેલ હતો, અત્યારે પણ છે, પરંતુ છેલ્લા 15 મહિનામાં મને જે ફીલ થયું એ ઘણું સારું રહ્યું. આશા છે કે આગળ પણ આમ જ રહેશે.'

અર્જુને છેલ્લે કહ્યું હતું, 'સો.મીડિયામાં પોતાના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં તે લોકો હવે મારા માટે મન્ડે મોટિવેશન નથી, હું જ મારી જાતને મોટિવેટ કરીશ. આ હું છું, જેવો પણ છું, આ હું જ છું (છાતીના વાળ સાથે).'

સેલેબ્સે કમેન્ટ્સ કરી
અર્જુન કપૂરની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. પરિણીતીએ કહ્યું હતું, 'બાબા બહુ જ સારો.' રણવીર સિંહે કહ્યું હતું, 'હાય ગરમી.' અર્જુનના ટ્રેનરે કમેન્ટ કરી હતી, 'પોતાને જુઓ, મને આજે તમારી પર ગર્વ છે.' ક્રિતિ સેનને કહ્યું હતું, 'સરસ.'

બેવાર કોરોનાનો ચેપ લાગ્યો હતો
અર્જુન કપૂરને 2020માં સપ્ટેમ્બર મહિનામાં કોરોના થયો હતો. ત્યાર બાદ ડિસેમ્બર, 2021માં બીજીવાર ચેપ લાગ્યો હતો. બંને વખત અર્જુન કપૂર હોમ આઇસોલેશનમાં રહ્યો હતો.

મલાઈકા અરોરા સાથેના સંબંધોને કારણે ચર્ચામાં
અર્જુન કપૂર પોતાનાથી 12 વર્ષ મોટી એક્ટ્રેસ મલાઈકા અરોરાને ડેટ કરે છે. મલાઈકા ફિટનેસ માટે જાણીતી છે. હવે અર્જુન કપૂર પર પણ આની અસર જોવા મળી છે.

અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ભૂત પોલીસ'માં જોવા મળ્યો હતો. તે હવે 'એક વિલન રિટર્ન્સ', 'કુત્તે' તથા 'ધ લેડી કિલર'માં જોવા મળશે.