તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદનું મૂળ:ઈમરાન ખાન એક્ટિંગ છોડે તેવું પત્ની નહોતી ઈચ્છતી, સસરાનો ઘટસ્ફોટ- આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમિર ખાનના ભાણીયા તથા બોલિવૂડ એક્ટર ઈમરાન ખાને એક્ટિંગ છોડી દીધી હોવાની ચર્ચા છે. થોડાં દિવસ પહેલાં નિકટના મિત્ર અક્ષય ઓબેરોયે ઈન્ટરવ્યૂમાં ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે ઈમરાન હવે ફિલ્મમાં એક્ટિંગ કરશે નહીં. તે ડિરેક્શન કે રાઈટિંગમાં નસીબ અજમાવવા માગે છે. જોકે, આ વાત ઈમરાન ખાને જાતે કરી નથી. આ જ કારણે ચાહકોને એવું લાગતું હતું કે આ સમાચાર ખોટા હશે. જોકે, હવે ઈમરાનના સસરા રંજેવ મલિકે આ વાતની પુષ્ટિ કરી છે.

અવંતિકાને ઈમરાનની એક્ટિંગ છોડવા સામે વાંધો હતો
રંજેવ મલિકે કહ્યું હતું, 'પ્રામાણિકતાથી કહું તો આ ઈમરાનનો અંગત નિર્ણય છે અને તેનાથી મારે કોઈ લેવા-દેવા નથી. જોકે, ઈમરાનને જ્યારે એક્ટિંસ સ્કૂલ જોઈન કરી ત્યારથી જ તેને ડિરેક્શન વધુ ગમતું હતું. તે આના પર કામ કરતો હતો અને તે ડિરેક્શન પણ કરશે.'

ઈમરાન તથા પિતા રંજેવ મલિકની સાથે અવંતિકા
ઈમરાન તથા પિતા રંજેવ મલિકની સાથે અવંતિકા

વધુમાં મલિકે કહ્યું હતું કે ઈમરાનની એક્ટિંગ છોડવાની વાતથી અવંતિકા નારાજ હતી. તે ઈચ્છતી હતી કે ઈમરાન તેની એક્ટિંગ કરિયર આગળ વધારે. ઈમરાને આ વાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેને સારો રોલ મળે તો ફિલ્મ કરવાની વાત કરી હતી. અવંતિકા સતત ઈમરાનને એક્ટિંગ માટે દબાણ કરતી હતી.

અવંતિકાનું માનવું હતું કે ઈમરાને એવી ફિલ્મ પ્રોડ્યૂસ કરવી જોઈએ, જેમાં તે લીડ રોલમાં હોય. રંજેવ મલિકે આગળ કહ્યું હતું કે એક્ટિંગ કરિયરને અલવિદા કરતાં પહેલા ઈમરાને કોઈની સાથે ચર્ચા વિચારણા કરી નથી, કારણ કે તેને પોતાની કરિયરમાં કોઈ અન્યની દખલગીરી પસંદ નથી.

દીકરી ઈમારાની સાથે ઈમરાન-અવંતિકા
દીકરી ઈમારાની સાથે ઈમરાન-અવંતિકા

અંવતિકા હાલમાં અલગ રહે છે
અવંતિકા ગયા વર્ષે 24 મે, 2019ના રોજથી ઈમરાનનું ઘર છોડીને અલગ રહેવા જતી રહી છે. તે પોતાની દીકરી ઈમારા સાથે પેરેન્ટ્સના ત્યાં રહે છે. બંને પરિવારે ઈમરાન-અવંતિકા વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ આઠ વર્ષના ડેટિંગ બાદ 2011માં લગ્ન કર્યા હતા અને 2014માં દીકરીના માતા-પિતા બન્યા હતા. ઈમરાને 2008માં ફિલ્મ 'જાને તુ યા જાને ના'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લે 2015માં 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો