વાઇરલ વીડિયો:IIFAમાં સલમાન ખાનનું યો યો સિંહ સાથેનું વર્તન જોઈને યુઝર્સે ખરું-ખોટું સંભળાવ્યું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબુ ધાબીમાં બે દિવસ IIFA અવોર્ડ શો ચાલશે

અબુ ધાબીમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી અવોર્ડ્સ (IIFA 2022)નું આયોજન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ્સ શો અંગેની પ્રેસ કોન્ફરન્સ બે જૂનના રોજ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શાહિદ કપૂર, દિવ્યા કુમાર ખોસલા, ટાઇગર શ્રોફ, ફરાહ ખાન, રિતેશ દેશમુખ સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. યો યો હની સિંહ પણ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો.

હની સિંહને રાહ જોવાનું કહેવામાં આવ્યું
સો.મીડિયામાં હની સિંહ તથા સલમાન ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. વેન્યૂ પર સલમાન તથા હની સિંહ ઊભા હોય છે. આ દરમિયાન ઓર્ગેનાઇઝર્સ તેમને બોલાવવા આવે છે. સલમાન ખાન બૉડીગાર્ડ શેરા સાથે આગળ નીકળી જાય છે. હની સિંહ પાછળ જાય છે તો ઓર્ગેનાઇઝર તેને અટકાવી દે છે અને રાહ જોવાનું કહે છે.

યુઝર્સને આ વ્યવહાર પસંદ ના આવ્યો
સો.મીડિયામાં આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સે સલમાનને ટ્રોલ કર્યો હતો. યુઝર્સે કહ્યું હતું કે યો યોને સલમાન ખાનની સાથે જવામાં દેવામાં ના આવ્યો. અન્ય એકે કહ્યું હતું કે સલમાન તથા ઓર્ગેનાઇઝર્સે ખરાબ વર્તન કર્યું. બીજાએ કમેન્ટ કરી હતી કે શું બતાવવા માગે છે, સલમાન ખાનનો એટિટ્યૂડ. અન્યે વળી એમ કહ્યું હતું કે ભાઈમાં એટિટ્યૂડ આવી ગયો. તો ત્રીજાએ કમેન્ટ કરી હતી કે સલમાનભાઈએ ઇગ્નોર કર્યો. એક યુઝરે કહ્યું હતું કે આજકાલ સલમાનસરમાં એટિટ્યૂડ બહુ જ આવી ગયો છે. કોઈને કંઈ સમજતા જ નથી. બીજા યુઝરે કહ્યું હતું કે હની સિંહની ઈજ્જતનો કચરો થઈ ગયો. તો એક યુઝરે આક્રોશમાં કહ્યું હતું કે તે માત્ર ગરીબોને એટિટ્યૂડ બતાવી શકે છે. મુકેશ અંબાણીના દીકરાની પાછળ બેક ડાન્સરની જેમ નાચતો હતો તે બધાએ જોયું છે.

IIFAની ઇવેન્ટ બે દિવસ ચાલશે
3 જૂનના રોજ IIFA રૉક્સ કોન્સર્ટ યોજાશે. આ ઇવેન્ટને ફરાહ ખાન તથા અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. IIFA ગ્રાન્ડ ફિનાલે ચાર જૂનના રોજ યોજાશે. આ ઇવેન્ટને સલમાન ખાન, રિતેશ દેશમુખ તથા મનીષ પૉલ હોસ્ટ કરવાના છે. આ ઇવેન્ટમાં શાહિદ કપૂર, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, સારા અલી ખાન, અનન્યા પાંડે, દિવ્યા કુમાર ખોસલા, નોરા ફતેહી સહિતના સેલેબ્સ પર્ફોર્મ કરવાના છે.