વાઇરલ વીડિયો:IIFAમાં સલમાન ખાન હોસ્ટ સિદ્ધાર્થ કન્નન પર ગુસ્સે થયો, યુઝર્સે ભાઈજાનને ખરું-ખોટું સંભળાવ્યું

એક મહિનો પહેલા
  • સલમાન ખાને IIFA અવોર્ડ શોને હોસ્ટ કર્યો હતો

સલમાન ખાન અબુ ધાબીમાં IIFA અવોર્ડ્સમાં ભાગ લેવા માટે ગયો હતો. સલમાને અવોર્ડ નાઇટને હોસ્ટ કરી હતી. હાલમાં જ સલમાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોને કારણે સલમાનને ટ્રોલ કરવામાં આવ્યો છે. આ વીડિયો IIFAની પ્રેસ કોન્ફરન્સનો છે. આ ઇવેન્ટને ટીવી હોસ્ટ સિદ્ધાર્થ કન્નન હોસ્ટ કરતો હતો.

સલમાને શું કહ્યું?
સિદ્ધાર્થ કન્નન એક્ટર સલમાન ખાનને ઇન્ટ્રોડ્યૂસ કરાવે છે, આ સમયે ભાઈજાન સિદ્ધાર્થને વચ્ચે જ અટકાવે છે અને કહે છે, 'નમસ્તે, સલામ આલૈકુમ, સત શ્રી અકાલ, કેમ છો, અદાબ અસ્સલામુલૈકુમ... ચૂપ રહે. આ વ્યક્તિએ કંટાળો લાવી દીધો. તમે લોકો આને કેવી રીતે મેનેજ કરો છો. એટલો વધારે, એટલો વધારે... વધારે...'

સિદ્ધાર્થ કન્નન વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કરે છે.
સિદ્ધાર્થ કન્નન વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ કામ કરે છે.

સિદ્ધાર્થે જ્યારે વિષય બદલવાનો પ્રયાસ કર્યો તો સલમાને કહ્યું હતું, 'આ IIFA વાળા પણ માનતા નથી. દર વર્ષે લઈને આવે છે. તોફાન પહેલાં જે ઠંડક હોય છે, તે આ છે.'

યુઝર્સ નારાજ
સલમાન ખાનનો આ વીડિયો વાઇરલ થતાં જ યુઝર્સ રોષે ભરાયા હતા. આ વીડિયો જોઈને ચાહકોને નવાઈ લાગી હતી. કેટલાંક યુઝર્સે સલમાનને ઉદ્ધત કહ્યો હતો. અન્ય કેટલાંકે એમ કહ્યું હતું કે સલમાનનું વર્તન કોઈ પણ રીતે યોગ્ય નહોતું. એકે કમેન્ટ કરી હતી કે સલમાન અભિમાની બની ગયો છે.

આ પહેલાં યો યો હની સિંહ સાથે ખરાબ વર્તન કર્યું હતું
સો.મીડિયામાં હની સિંહ તથા સલમાન ખાનનો એક વીડિયો વાઇરલ થયો છે. વેન્યૂ પર સલમાન તથા હની સિંહ ઊભા હોય છે. આ દરમિયાન ઓર્ગેનાઇઝર્સ તેમને બોલાવવા આવે છે. સલમાન ખાન બૉડીગાર્ડ શેરા સાથે આગળ નીકળી જાય છે. હની સિંહ પાછળ જાય છે તો ઓર્ગેનાઇઝર તેને અટકાવી દે છે અને રાહ જોવાનું કહે છે. આ સમયે પણ સલમાન ટ્રોલ થયો હતો અને યુઝર્સે કહ્યું હતું કે સલમાનમાં એટિટ્યૂડ આવી ગયો છે.