તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા છેલ્લાં ઘણાં સમયથી થઈ રહી છે અને ચાહકો પણ આતુરતાથી આ લગ્નની રાહ જોઈ રહ્યાં છે. પહેલાં માનવામાં આવતું કે બંને 2020માં લગ્ન કરી લેશે. જોકે, કોરોના તથા રિશી કપૂરના નિધનને કારણે આ લગ્ન થઈ શક્યા નહીં. હાલમાં જ રણબીર કપૂરે પહેલી જ વાર પોતાના લગ્ન અંગે વાત કરી હતી.
શું કહ્યું રણબીર કપૂરે?
રણબીર કપૂરે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જો કોરોના ના આવ્યો હોત તો તેમણે લગ્ન કરી લીધા હોત. હવે તે ટૂંક સમયમાં જ લગ્ન કરી લેશે.
આલિયા ઓવરઅચિવર છે
રણબીરે લેડીલવ આલિયાના વખાણ કર્યાં હતાં અને લૉકડાઉનમાં બંનેએ સાથે રહીને શું કર્યું તે પણ વાત કરી હતી. રણબીરે કહ્યું હતું કે તેની પ્રેમિકા આલિયા ઓવરઅચિવર છે. તેણે ઘણાં બધા ઓનલાઈન કોર્સ કર્યાં હતાં, જેમાં ગિટારથી લઈ સ્ક્રિનરાઈટિંગ સામેલ છે. રણબીરે એમ પણ જણાવ્યું હતું કે તે હંમેશાંથી અન્ડરઅચિવર રહ્યો છે. તેણે લૉકડાઉન દરમિયાન કોઈ ક્લાસ કર્યાં નહોતા. શરૂઆતમાં પારિવારિક સમસ્યા હતી અને પછી તેણે વાંચવામાં તથા પરિવાર સાથે સમય પસાર કર્યો. તે રોજની બેથી ત્રણ ફિલ્મ જોતો હતો. ઉલ્લેખનીય છે કે 30 એપ્રિલના રોજ રિશી કપૂરનું નિધન થયું હતું. રણબીર તથા આલિયા લીવ ઈનમાં રહે છે.
આલિયાએ રણબીરની બિલ્ડિંગમાં જ ફ્લેટ ખરીદ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર કપૂર બાન્દ્રાના વાસ્તુ પાલી હિલ કોમ્પ્લેક્સમાં સાતમા માળે રહે છે. આલિયાએ આ જ બિલ્ડિંગમાં પાંચમા માળે ફ્લેટ ખરીદ્યો છે. આલિયાનો ફ્લેટ 2460 સ્કેવર ફૂટનો છે અને આ ફ્લેટની કિંમત અંદાજે 32 કરોડ રૂપિયા છે. આ બિલ્ડિંગ ક્રિષ્ના રાજ બંગલોની એકદમ નજીકમાં છે. આલિયાના નવા ફ્લેટનું ઈન્ટિરિયર ડિઝાઈનિંગ ગૌરી ખાન જ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં રણબીરના ઘરનું ઈન્ટિરિયર પણ ગૌરી ખાને જ કર્યું હતું. ધનતેરસના દિવસે ભટ્ટ પરિવારે આ ઘરમાં નાનકડો હવન કર્યો હતો. આ હવનમાં રણબીર, અયાન મુખર્જી, કરન જોહર તથા પરિવારના સભ્યો સામેલ રહ્યાં હતાં.
પહેલી જ વાર 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન, મૌની રોય છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ જોવા મળશે. આ ફિલ્મ છેલ્લાં બે વર્ષથી બને છે પરંતુ હજી સુધી ફિલ્મ પૂરી થઈ શકી નથી.
રણબીરના સંબંધો દીપિકા-કેટરીના સાથે હતા
આલિયા ભટ્ટને ડેટ કરતાં પહેલાં રણબીર દીપિકા તથા કેટરીના સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. તો આલિયાના સંબંધો પહેલાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે હતા.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.