મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. કુંદ્રા વિરુદ્ધ આ વર્ષે પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનો કેસ કરવામાં આવ્યો હતો અને આ જ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
રાજ કુંદ્રા પર આ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો
એન્ટી પોર્નોગ્રાફી લૉ
ઇન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર આજકાલ ઘણો જ વધી ગયો છે. આ જ કારણે પોર્નોગ્રાફી એક મોટો બિઝનેસ બની છે. ફોટો, વીડિયો, ટેકસ્ટ, ઓડિયો જેવી બાબતો પોર્નોગ્રાફીમાં આવે છે. આ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરવી, કોઈને મોકલવી અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રકાશિત કરવી અને મોકલી તે બાબત એન્ટી પોર્નોગ્રાફી લૉમાં આવે છે.
અશ્લીલ વીડિયો બનાવવો ગુનો
બીજાના નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરવા અથવા MMS બનાવવા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી આ પ્રકારની સામગ્રી મોકલવી અથવા કોઈની મરજી વિરુદ્ધ અશ્લીલ સંદેશા મોકલવા આ કાયદા હેઠળ આવે છે. પોર્નોગ્રાફી પ્રકાશિત, પ્રસારિત કરવી તથા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી પહોંચાડવી ગેરકાનૂની છે. અશ્લીલ સામ્રગીને જોવી, વાંચવી કે સાંભળવી ગેરકાનૂની નથી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીને ગેરકાનૂની માનવામાં આવે છે.
IT એક્ટ તથા IPC હેઠળ સજા
આ કેસમાં IT કાયદાની 2009ની ધારા 67 (a) તથા IPCની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, બીજી ભૂલ પર જેલની સજા 7 વર્ષ સુધી વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.