સો.મીડિયા:ફૂલની તસવીર પણ શૅર કરું તો ટ્રોલ્સ માસ્ટરબેશનના સીનની વાત કરે છેઃ સ્વરા ભાસ્કર

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અવારનવાર સો.મીડિયામાં ટ્રોલ થતી હોય છે. સ્વરા પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતી છે અને આથી જ સો.મીડિયા યુઝર્સ એક્ટ્રેસની પોસ્ટ પર ભદ્દી વાતો કરતી હોય છે. તાજેતરમાં જ સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે કેવી રીતે ટ્રોલ્સ તેની કોઈ પણ પોસ્ટને ફિલ્મ 'વીરે દી વેડિંગ'ના માસ્ટરબેશન સીન સાથે કનેક્ટ કરી લે છે.

સ્વરાએ ટ્રોલિંગ અંગે વાત કરી
સ્વરાએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સ્વરાએ કહ્યું હતું, 'સો.મીડિયા એક વર્ચ્યુઅલ પબ્લિક પ્લેસ છે, જેવી રીતે રોડ તથા રેસ્ટોરાં છે, તેવી જ રીતે સો.મીડિયા છે. જોકે, પબ્લિકમાં આપણે જે સભ્ય વ્યવહાર રાખીએ છીએ, તેવો ઓનલાઇન રાખતા નથી. 'વીરે દે વેડિંગ' રિલીઝ થયા બાદથી હું સો.મીડિયામાં એક ફૂલની તસવીર પણ શૅર કરી શકતી નથી, કારણ કે યુઝર્સ તેને ફિલ્મના માસ્ટરબેશન સીન કે આંગળી સાથે લિંક કરી નાખે છે.'

વધુમાં સ્વરાએ કહ્યું હતું, 'આ ઘણું જ ખરાબ છે. સાઇબર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ આવે છે, પરંતુ હું ઓનલાઇન બુલિંગથી ડરતી નથી. હું મારી ઓનલાઇન પ્રેઝન્સ જાળવી રાખવામાં વિશ્વાસ ધરાવું છું. આપણે વર્ચ્યુઅલ પબ્લિક સ્પેસને નફરત કે બુલિંગથી ભરેલું રાખી શકીએ નહીં.'

આ પોસ્ટ શૅર કરીને સ્વરાએ કહ્યું હતું, 'સાચી વાત કહો અને તેને વળગી રહો.'

હાલમાં જ તાલિબાન આંતકની તુલના હિંદુત્વ સાથે કરી હતી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત લગભગ આખા દેશ પર તાલિબાની આતંકવાદીઓએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. સ્વરાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'આપણે હિંદુત્વ આતંકને ક્યારેય સ્વીકારી શકીએ નહીં અને તાલિબાન આતંકથી તમામ લોકો આઘાતમાં છે. આપણે તાલિબાની આતંક સામે શાંતિથી બેસી શકી નહીં અને પછી હિંદુત્વ આતંકની વાત આવે ત્યારે ગુસ્સે થઈ જઈ છીએ. આપણાં માનવીય મૂલ્યો તથા નૈતિકતા પીડિત કે શોષણ કરનારની ઓળખ પર આધારિત હોવી જોઈએ નહીં.' સો.મીડિયામાં સ્વરાની આ પોસ્ટ વાઇરલ થતાં જ તેની ચારેબાજુથી ટીકા કરવામાં આવી હતી. યુઝર્સ એ હદે ગુસ્સે જોવા મળ્યા હતા કે તેની ધરપકડ કરવાની માગણી કરી હતી. સો.મીડિયામાં #ArrestSwaraBhasker ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

આ ફિલ્મમાં જોવા મળશે
પહેલી જૂનના રોજ 'વીરે દી વેડિંગ'ને ત્રણ વર્ષ પૂરા થયા હતા. આ પ્રસંગે સ્વરાએ એક પોસ્ટ શૅર કરીને ટ્રોલને કહ્યું હતું કે ફિલ્મમાં તેના માસ્ટરબેશન સીને ટ્રોલ્સને રોજગારી પૂરી પાડી છે. હવે સ્વરા ભાસ્કર 'શીર કોરમા'માં જોવા મળશે. આ ફિલ્મમાં દિવ્યા દત્તા પણ છે. આ ફિલ્મ અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી છે, પરંતુ હજી સુધી ભારતમાં રિલીઝ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...