ઐશ્વર્યા રાય ટ્રોલ:બચ્ચન બહુના લુકની મજાક ઉડી, ડ્રેસિંગ સેન્સ ને મેકઅપ પર યુઝર્સે સવાલ ઉઠાવ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઐશ્વર્યા ડૉક્ટર્સની કોન્ફરન્સમાં હાજર રહી હતી

પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય પોતાની સુંદરતાને કારણે દેશ-વિદેશમાં લોકપ્રિય છે. ઐશ્વર્યા રાય છેલ્લાં કેટલાંક સમયથી પોતાની ફેશન સેન્સને કારણે ટ્રોલ થતી રહી છે. હાલમાં જ એક્ટ્રેસ ડૉક્ટર્સની કોન્ફરન્સમાં જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય વ્હાઇટ ફ્લોરલ ડ્રેસમાં જોવા મળી
ઐશ્વર્યા રાય કોન્ફરન્સમાં વ્હાઇટ ફ્લોરલ ડ્રેસ પહેરીને આવી હતી. એક્ટ્રેસ ફેશન ડિઝાઇનર રોહિત બાલના ડિઝાઇનર આઉટફિટ પહેર્યાં હતાં. ઐશ્વર્યાએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને રેડ લિપસ્ટિક કરી હતી.

યુઝરને એશનો લુક પસંદ ના આવ્યો
સો.મીડિયામાં ઐશ્વર્યાની તસવીરો વાઇરલ થઈ હતી. જોકે, યુઝર્સને ઐશ્વર્યાનો લુક સહેજ પણ ગમ્યો નહોતો. અનેક યુઝર્સે ઐશ્વર્યાને સ્ટાઇલિસ્ટ બદલી નાખવાની સલાહ આપી હતી. એક યુઝરે ઐશ્વર્યાને રેડ લિપસ્ટિક લગાવવાની ના પાડી દીધી હતી. અન્ય એકે એમ કહ્યું હતું કે ઐશ્વર્યા રાયના ચહેરા પર સોજા આવી ગયા છે. બીજા એકે એમ કહ્યું હતું કે ઐશ્વર્યાને ફેશન સેન્સમાં 10માંથી 0 માર્ક્સ મળે છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ યુઝરને એશનો લુક નહોતો ગમ્યો
ગયા મહિને ઐશ્વર્યા રાય કાન ફિલ્મ ફેસ્ટિવલની પાર્ટીમાં પતિ ને દીકરી સાથે જોવા મળી હતી. આ દરમિયાન એશે પિંક ગાઉન પહેર્યું હતું. ત્યારે પણ ઐશ્વર્યા રાયને મેકઅપને કારણે ટ્રોલ કરવામાં આવી હતી. ઘણાં યુઝર્સે કહ્યું હતું કે ઐશ્વર્યાએ બોટોક્સ વધુ પડતા લીધા હોય તેમ લાગે છે, કારણ કે તેનાં ચહેરા પર સોજા છે. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાએ લીપ સર્જરી કરાવી છે. ઐશ્વર્યા હવે ઘરડી લાગે છે. તેના ચહેરા પર પહેલાં જેવી ચમક નથી. અન્ય એકે એવી કમેન્ટ કરી હતી કે ઐશ્વર્યાના ચહેરા સાથે કંઈક ખોટું થયું છે. મેકઅપ મેજિક કામ ના આવ્યું. બીજા યુઝરે કહ્યું હતું કે યાર આને શી જરૂર હતી પ્લાસ્ટિક સર્જરીની. કેમ ચહેરો બગાડી નાખ્યો? બોટોક્સ લુક. અન્ય એકે એમ કહ્યું હતું કે ક્યારેય વિચાર્યું નહોતું કે ઐશ્વર્યા આવી લાગશે.