શાહરુખના દીકરાનું ગુડબોયનું વચન:આર્યન ખાને NCBને કહ્યું- સારો વ્યક્તિ બનીશ, ગરીબોની મદદ કરીશ; ડ્રગ્સ કેસમાં જેલમાં છે

મુંબઈ3 મહિનો પહેલા
  • આર્યન ખાનને જામીન મળશે કે નહીં, ચુકાદો 20 ઓક્ટોબરે આવશે

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન હાલમાં આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યન ખાનની 2 ઓક્ટોબરના રોજ NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી. NCB લૉકઅપમાં આર્યન ખાનનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

આર્યન ખાને શું કહ્યું હતું?
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે, NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું. આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું હતું કે તે સારું કામ કરશે અને એક દિવસ તેમને તેની પર ગર્વ થશે.

આર્યન ખાને વચન આપ્યું હતું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તે એક સારો વ્યક્તિ બનશે. તે આર્થિક રીતે નબળાં લોકોને મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તે ચરસ લે છે. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. 8 ઓક્ટોબરથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં છે.

20 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી થશે
આર્યનની જામીન અરજીનો ચુકાદો 14 ઓક્ટોબરે કોર્ટે અનામત રાખ્યો હતો. જામીન અરજી પર ચુકાદો 20 ઓક્ટોબરે આવશે. 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજા છે.

અન્ય સમાચારો પણ છે...