મંદાકિનીને તેના પિતાએ ગોળી મારી હતી તેના વિશે ખુલાસો કર્યો:કહ્યું, 'સેટ પર પહોંચી ત્યારે લોકો મારી તબિયત વિશે પૂછતા હતા', વર્ષો પછી આ અફવાની હકીકત જણાવી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મેલી'માં ગંગાનું પાત્ર ભજવનાર અભિનેત્રી મંદાકિની હાલમાં જ 'ધ કપિલ શર્મા શો'માં પહોંચી હતી. 80ના દાયકાની અભિનેત્રીઓ સંગીતા બિજલાની અને વર્ષા ઉસગાંવકર પણ તેમની સાથે આ શોમાં જોવા મળી હતી.અભિનેત્રીએ આ સમયગાળા દરમિયાન પોતાના અંગત અને વ્યાવસાયિક જીવન વિશે ખૂલીને વાત કરી હતી. તેણે શોમાં વર્ષોથી ચાલી રહેલી સ્ટોરીને લઈને ચાહકોની મૂંઝવણ પણ દૂર કરી હતી, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તેના પિતાએ તેને ગોળી મારી હતી.

સમાચાર આવ્યા કે મારા પિતાએ મને ગોળી મારી દીધી છે
શો દરમિયાન મંદાકિનીએ તેના જીવન સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેણે કહ્યું કે કેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના વિશે અફવા ફેલાઈ હતી કે તેના પિતાએ તેને ગોળી મારી દીધી હતી. તેણે કહ્યું, 'એક સમાચાર ફેલાયા હતા કે મારા પિતાએ મને ગોળી મારી હતી'. આ પછી જ્યારે હું સેટ પર પહોંચી તો બધા આવીને મને પૂછી રહ્યા હતા કે શું હું ઠીક છું'.

મને ખબર નથી કે લોકો મને આ પ્રશ્ન કેમ પૂછે છે?
તેણે કહ્યું- 'મને ખ્યાલ નહોતો કે, આ બધા લોકો મારા માટે આટલા ચિંતિત કેમ છે અને શા માટે આવું પૂછી રહ્યા છે?. જોકે, પાછળથી મને આ અફવા વિશે ખબર પડી. જોકે આ તમામ અહેવાલો સંપૂર્ણપણે ખોટા હતા.

ફિલ્મનું 10 દિવસ સુધી શૂટિંગ ચાલ્યું હતું, અચાનક દિગ્દર્શક ગાયબ થઈ ગયા
શોમાં મંદાકિનીને પૂછવામાં આવ્યું કે, તે 'રામ તેરી ગંગા મેલી' પછી વધુ ફિલ્મોમાં કેમ નથી દેખાઈ? આ સવાલનો જવાબ આપતાં મંદાકિનીએ કહ્યું, 'આ ફિલ્મ પછી મને ઘણી ફિલ્મોની ઓફર મળી અને મેં કેટલીક સાઈન પણ કરી. મેં 10 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ પણ કર્યું હતું, પરંતુ અચાનક ડિરેક્ટર ક્યાંક ગાયબ થઈ ગયા. મેં પણ તેમને શોધવાનો પ્રયત્ન કર્યો. સારું થયું કે મને એ ફિલ્મ માટે અગાઉથી સારા પૈસા મળી ગયા હતા'.

મંદાકિનીનો પતિ હિમાચલનો છે, લગ્ન પહેલા હિન્દી ભાષા નહોતી આવડતી
મંદાકિની તેના અંગત જીવન વિશે ખૂબ જ રિઝર્વ રહી છે. જ્યારે કપિલ શર્માએ તેને તેના લગ્નજીવન વિશે પ્રશ્નો પૂછ્યા તો અભિનેત્રીએ કહ્યું કે, તેનો પતિ હિમાચલનો છે.

મંદાકિનીએ કહ્યું, 'મારી માતા હિમાચલની છે, તેથી અમે અવારનવાર ત્યાં જતા હતા. જ્યારે અમે પહેલીવાર મળ્યા ત્યારે તે હિન્દી બોલી શકતો ન હતો. મારે જે કહેવું હતું તે હું તેમની માતાને કહેતી અને પછી તે તેને અનુવાદ કરીને સમજાવતી. પરંતુ જ્યારે અમે લગ્ન કર્યાં ત્યારે તે ધીરે ધીરે હિન્દી શીખી ગયો. તમને જણાવી દઈએ કે, મંદાકિની છેલ્લે 1996માં આવેલી ફિલ્મ 'જોરદાર'માં જોવા મળી હતી.