ગૌરવ / ‘મેં આ દૃશ્યો નજરે જોયાં છે’, અમિતાભ બચ્ચને ગીરના સિંહનો વીડિયો શૅર કર્યો

X

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:48 PM IST

વીડિયો ડેસ્કઃ બૉલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ગીરના સિંહનો વીડિયો શૅર કર્યો છે. વીડિયો શૅર કરતાં બિગ બીએ લખ્યું કે, ‘મેં આ દૃશ્યો મારી નજરે જોયા છે. તેમણે લખ્યું કે, ગુજરાત ટૂરિઝમની એડના શૂટિંગ વખતે જ્યારે પાણી પાસે ગયા તો સિંહનું એક ગ્રૂપ પાણી પી રહ્યું હતું. આ દરમિયાન સિંહ તેમને જોઈને ચાલ્યા ગયા હતા. પરંતુ તેમની સાથે જે ગ્રામજનો હતા એ લાકડી સાથે જીપની નીચે ઉતર્યા અને પરત તેમને પાણી પાસે લાવ્યા. આ સમયે એવું લાગતું હતું કે, જાણે આ લોકો પોતાના ઘેટાં-બકરાંને પાળી રહ્યા છે’ આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિકાર પર બેસેલા સિંહ આ લોકો પર હુમલાનો પ્રયાસ કરે છે, પરંતુ આ દરમિયાન એક વ્યક્તિ બૂમ પાડીને તેને ભગાડી દે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી