તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈન્ટરેસ્ટિંગ લવ સ્ટોરી:સાયરા બાનોએ કહ્યું હતું, ‘12 વર્ષની ઉંમરથી મિસિઝ દિલીપ કુમાર બનવાના સપનાં જોતી હતી, તેમના બંગલાની નજીક જ મારું ઘર બનાવડાવ્યું હતું’

2 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
લગ્ન સમયે દિલીપ કુમાર 44 વર્ષના અને સાયરા બાનો 22 વર્ષના હતાં - Divya Bhaskar
લગ્ન સમયે દિલીપ કુમાર 44 વર્ષના અને સાયરા બાનો 22 વર્ષના હતાં
  • દિલીપ કુમાર અને સાયરા બાનોનો 56 વર્ષનો સાથ તૂટી ગયો
  • દિલીપ સાહેબ ઉર્દૂમાં એક્સપર્ટ હતા એટલે શાયરા બાનોએ પણ ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું

દિલીપ કુમારે વર્ષ 1966માં સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તે સમયે દિલીપ કુમાર 44 વર્ષ અને સાયરા બાનો 22 વર્ષના હતાં. સૌ કોઈ દિલીપ કુમારના લગ્ન વિશે સાંભળવા માટે આતુર હતા પણ પોતાની જવાબદારીને લીધે દિલીપ સાહેબ 44 વર્ષની ઉંમરે ઘોડી પર ચઢ્યા. સમયની સાથે બંનેનો પ્રેમ વધારે મજબૂત બનતો ગયો. બંને એકબીજાનો હાથ પકડીને જાહેરમાં આવતા ત્યારે લોકો આ જોડીને જોતા જ રહી જતા. બંનેનો 56 વર્ષનો સાથ આજે તૂટી ગયો.

ગયા વર્ષે સાયરા બાનોએ દૈનિક ભાસ્કર સાથે પોતાની લવ સ્ટોરી કહી હતી, તેમાં તેમણે દિલીપ સાહેબ સાથેના પોતાના સંબંધ વિશે મન મૂકીને વાત કરી. વાંચો, સાયરા બાનોની લવ સ્ટોરી તેમના જ શબ્દોમાં...

‘કાયનાતે તેમને મારી પાસે એક ગિફ્ટ તરીકે મોકલ્યા’
હું દિલીપ સાહેબના જીવનમાં કેવી રીતે આવી તે તો સૌ કોઈ જાણે છે કે કાયનાતે તેમને મારી પાસે એક ગિફ્ટ તરીકે સોંપ્યા છે. હું મારા સ્કૂલનાં દિવસોથી જ મિસિઝ દિલીપ કુમાર બનવાના સપનાં જોતી હતી. ત્યારે હું નાની હતી અને લંડનમાં ભણી રહી હતી. તે સમયથી મારી એક જ ઈચ્છા હતી કે હું મિસિઝ દિલીપ કુમાર બનીશ. મારી માતાએ મને કહ્યું હતું કે, મિસિઝ દિલીપ કુમાર બનવા માટે તેમને ગમતા શોખ રાખવા જોઈએ. આ બધું શીખવા માટે હું લંડનથી માતાને પોએટ્રી લખીને લેટર મોકલતી હતી. જ્યારે હું ભારત આવી તો મને ખબર પડી કે દિલીપ કુમારને સિતારનો ઘણો શોખ છે, તો પછી મેં પણ સિતાર શીખવાનું શરૂ કર્યું. દિલીપ સાહેબ ઉર્દૂમાં એક્સપર્ટ હતા એટલે મેં પણ ઉર્દૂ શીખવાનું શરૂ કર્યું.

મારી માતાએ મારું કરિયર શરૂ થયા પછી મારું ઘર બનાવવા માટે વિચાર્યું તો તે જ જગ્યા પસંદ કરી જ્યાંથી દિલીપ કુમારનું ઘર નજીક પડે. તેમના ઘરની સામે જ મારું ઘર બનાવ્યું. આ તેમના બંગલાથી માત્ર બે બંગલા દૂર હતું. કહેવાય છે ને કે 'તેરે દર કે સામને એક ઘર બનાઉંગા'. આ દરમિયાન હું મેરે પ્યાર મોહબ્બતનું શૂટિંગ કરી રહી હતી. 23 ઓગસ્ટ 1966નો દિવસ હતો, મારા બર્થડે પર મધરે તે જ ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું. હું ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાંથી શૂટિંગ પૂરું કરીને આવી તો પાર્ટીમાં મારા કો-સ્ટાર્સ, ડિરેક્ટરની ભીડ હતી. આ પાર્ટીમાં દિલીપ કુમાર પણ આવ્યા હતા. મારી માતાએ તેમને ખાસ આમંત્રણ આપ્યું હતું અને આ ઓકેઝન માટે તેઓ મદ્રાસ ફ્લાઈટ લઈને સૂટ-બૂટ પહેરીને એકદમ હેન્ડસમ બનીને મારી પાર્ટીમાં આવ્યા હતા. તેઓ મારી લાઈફની સુંદર ગિફ્ટ હતા.

‘તે રાતે પ્રથમવાર નોટિસ કરી’
પ્રપોઝ કરવાનો કિસ્સો ઘણો રસપ્રદ છે. દિલીપ સાહેબ તે સમયે મારી સાથે કામ નહોતા કરતા, કારણકે તેઓ વિચારતા હતા કે તેઓ મારા કરતાં ઉંમરમાં મોટા છે અને હું તેમની સામે નાની લાગીશ. અમારી બંનેની ફેમિલીનું મળવાનું ચાલુ રહેતું પણ દિલીપ સાહેબ એક વાતને લઈને બહુ કોન્શિયસ હતા કે મેં તો નાની છોકરીને મોટી થતા જોઈ છે તો હું તેની સાથે હીરોનું કામ કેવી રીતે કરીશ?

રામ અને શ્યામ માટે તેમની હીરોઈનની ઓફર મારી પાસે આવી હતી પણ આ જ સંકોચને લીધે તે રોલ રીફ્યુઝ કર્યો હતો. જે પાર્ટીનો મેં ઉલ્લેખ કર્યો ત્યારે મને જોઇને તેમના વિચાર બદલાઈ ગયા. હું તે પાર્ટી મસ્ત તૈયાર થઈ હતી. મેં સાડી પહેરી હતી અને ઉંમર કરતાં વધારે જ મોટી લાગતી હતી. તેમણે મને જોઈ અને હાથ મિલાવી કહ્યું, તું એકદમ લવલી વુમનમાં ફેરવાઈ ગઈ છો. તે રાતે તેમણે મને પ્રથમવાર નોટિસ કરી. બીજે દિવસે તેમનો ફોન આવ્યો કે, કાલનું ડિનર ખૂબ સારું હતું, તે માટે આભાર. બસ એ પછીથી અમારું મળવાનું ચાલુ થયું.

‘અમારો રોમાન્સ 8 દિવસ સુધી ચાલતો રહ્યો’
તેઓ મદ્રાસથી આવતા અને અમારે ત્યાં ડિનર કરીને શૂટિંગ કરવા જતા રહેતા. એ પછી 8 દિવસ સુધી અમારો રોમાન્સ ચાલુ રહ્યો. આઠ દિવસ પછી તેમણે મને પ્રપોઝ કર્યો. મારી માતા અને દાદી પાસે જઈને કહ્યું, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું. એ પછી બધાએ હા પાડી. હવે તેમને મારે શું કહેવું, હું તો સાહેબની જિંદગીમાં જવા માટે વર્ષોથી રાહ જોઈ રહી હતી કે કેવી રીતે તેમનો સાથ મળી જાય. આ તો કાયનાતની મહેરબાની છે. હું તેમની એટલી દિવાની હતી કે, મારા લંડન સ્કૂલ ડેઝ દરમિયાન લિટરલી તેમના ડે ડ્રીમ આવતા હતા.

અન્ય સમાચારો પણ છે...