એક્ટ્રેસે મોતનો નજીકથી અનુભવ કર્યો:દિયા મિર્ઝાએ કહ્યું, 'પ્રેગ્નન્સીના પાંચમા મહિને એપેન્ડેક્ટોમીનું ઓપરેશન કરાવવું પડ્યું હતું'

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગયા વર્ષે દિયા મિર્ઝાની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ગયા વર્ષે દીકરાને જન્મ આપ્યો હતો. જોકે, પ્રીમેચ્યોર ડિલિવરીને કારણે NICU (નિઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં દાખલ કરવામાં આવ્યો હતો. દિયાએ હાલમાં જ ડિલિવરી અંગે વાત કરી હતી.

પાંચમા મહિને સર્જરી કરાવવી પડી
'ઇટાઇમ્સ'ની સાથેની વાતચીતમાં દિયા મિર્ઝાએ કહ્યું હતું કે પ્રેગ્નન્સીના પાંચમા મહિને તેને એપેન્ડેક્ટોમી (એપેન્ડિક્સનું ઓપરેશન)ની સર્જરી કરાવવી પડી હતી. જોકે, આ ઓપરેશન બાદ તેને વારંવાર હોસ્પિટલ જવું પડતું હતું. તેને એક્યૂટ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોવાથી તે હોસ્પિટલમાં જતી હતી. આ સમયે તેને પ્રેગ્નન્સીનો છઠ્ઠો મહિનો જતો હતો. તેણે પ્રીમેચ્યોર ડિલિવરી કરાવવી પડી હતી, કારણ કે તેને પ્લેસેન્ટા (ગર્ભાશયમાં બાળકને ઓક્સિજન તથા લોહી પૂરી પાડે છે)માંથી લોહી પડવા લાગ્યું હતું. આ સમય ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. તે ગાયનેકોલોજિસ્ટની આભારી છે કે તેમણે તેનો તથા તેના બાળકનો જીવ બચાવ્યો.

કોરોનાકાળમાં મધરહૂડનો અનુભવ
કોરોનાકાળમાં બાળકને જન્મ આપવા અંગે દિયાએ કહ્યું હતું કે તે દરેકની ચોઇસ પર આધાર રાખે છે. તેને આશા છે કે ટૂંક સમયમાં લોકો માસ્ક વગર ફરી શકશે અને સામાન્ય જીવન જીવી શકશે. તેમની દીકરી ઓનલાઇન અભ્યાસ કરે છે. દીકરો હજી બહુ નાનો છે. જોકે, તેઓ હાલમાં ઘરે જ રહે છે અને સંતાનો સાથે સમય પસાર કરે છે.

મે મહિનામાં દીકરાને જન્મ આપ્યો હતો
દિયા મિર્ઝાએ ગયા વર્ષે 14 મેના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. દિયાએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને દિયાએ કહ્યું હતું કે દીકરો અવ્યાન પ્રીમેચ્યોર બેબી છે. તેનો જન્મ બે મહિના પહેલાં થયો હતો અને ત્યારથી જ તે હોસ્પિટલના NICU (નિઑનટલ ઈન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે. પ્રેગ્નન્સીમાં કોમ્પ્લિકેશન થતાં અને બેક્ટરિયલ ઇન્ફેક્શનને કારણે બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. જોકે સમયસર ડૉક્ટરની સમજણને કારણે તાત્કાલિક સી-સેક્શન કરીને બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો.

દિયા અને વૈભવ બંનેના બીજા લગ્ન
દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. 2019માં દિયા તથા સાહિલે ડિવોર્સ લીધા હતા. તો દિયાના બીજા પતિ વૈભવના પણ આ બીજા લગ્ન છે. વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગ અને લાઈફસ્ટાઈલ કોચ સુનૈના સાથે થયા હતા. બંનેની દીકરીનું નામ સમાયરા છે. દિયાએ ફેબ્રુઆરી, 2020માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે મહિના બાદ જ દિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. દિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ હતી.

દિયા મિર્ઝાની ફિલ્મી કરિયર
દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિક સ્પર્ધા જીતી હતી. ત્યાર બાદ બોલિવૂડ ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી કરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે, દિયા ફિલ્મ 'થપ્પડ'માં તાપસી પન્નુ સાથે જોવા મળી હતી. તે તેલુગુ ફિલ્મ 'વાઈલ્ડ ડૉગ'માં જોવા મળશે.