‘તુ તો મેરા છોટા રણબીર હૈ’:મળો, રણબીર કપૂરના ટબુકડા હમશકલને, આલિયાની કિડ્સવેર કંપનીમાંથી ફોટોશૂટનો ફોન પણ આવેલો, પણ આ ટેણિયાને ડુપ્લિકેટની ઓળખ પસંદ નથી!

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

7 વર્ષનો એક બાળક મોલમાં મમ્મી સાથે આંટા મારતો હતો. બાજુમાં આવીને એક આન્ટીએ કહ્યું કે અરે, આ તો નાના રણબીર કપૂર જેવો લાગે છે. જી હા એ રણબીર કપૂર નહોતો છતાં લોકો તેને છોટા રણબીર જ કહે છે, તેની અટક ભટ્ટ છે પણ તે આલિયાનો કોઇ સગો નથી. તમને થતું હશે કે હમણાં રણબીર 40 વર્ષની ઉંમરે પિતા બન્યો અને આલિયા 29 વર્ષે માતા બની એ તો ખબર છે પણ આ કયા રણબીરની વાત છે. વાત એમ છે કે 7 વર્ષના આ છોટે રણબીરનું નામ છે નીરવ ભટ્ટ અને અત્યારે તેનું નામ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. કોણ છે આ નીરવ ભટ્ટ? આવો જાણીએ અદ્લ રણબીર જેવા દેખાવને કારણે ફેમસ થઇ ગયેલા આ બાળકની રાતોરાત લોકપ્રિય થવાની કહાની.

‘હ્યુમન્સ ઑફ બોમ્બે’ એક ઈન્સ્ટાગ્રામ પેજ છે કે, જે ઘણીવાર વાસ્તવિક જીવનના લોકો અને તેમની વાર્તાઓના વીડિયો શેર કરે છે. અહીં નીરવ ભટ્ટની વાર્તા પણ શેર કરી છે કે, જે બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર જેવો જ દેખાય છે. વાઈરલ થયેલા આ વીડિયોમાં નીરવ ભટ્ટની વિવિધ ફોટોશૂટનાં અનેક ફોટોઝ છે. આ વીડિયોનાં કેપ્શનમાં નીરવને ટેગ કરીને લખવામાં આવ્યું હતું કે, ‘હું માત્ર 4 વર્ષનો હતો જ્યારે મમ્માએ કહ્યું, ‘તુ તો મેરા છોટા રણબીર હૈ. સચી બોલુ તો મને ખબર પણ ન હતી કે તે કોના વિશે વાત કરી રહી છે! પણ જ્યારે મમ્માએ મને તેના ફોટોઝ બતાવ્યા, ત્યારે મને તેના વાળ અને સ્મિત ગમ્યું! મેં વિચાર્યું, ‘અરે, હું તેના જેવો જ દેખાઉં છું.’ એકવાર, હું મમ્મા અને પાપા સાથે એક મોલમાં હતો અને અચાનક આ આંટી અમારી પાસે આવી અને બોલી, ‘આપકા બેટા રણબીર કપૂર જૈસા લગતા હૈ.’ તેણીએ મારો હાથ મિલાવ્યો અને ચાલ્યા ગયા. મારા માતા-પિતા માત્ર હસ્યા, પણ મને તે સમયે ખૂબ જ સારું લાગ્યું!’

નીરવે આલિયા ભટ્ટની કિડ્સવેર બ્રાન્ડ માટે પણ મોડેલિંગ કર્યું

નીરવને જૂનમાં આલિયા ભટ્ટની મેટરનિટી અને કિડ્સવેર બ્રાન્ડ તરફથી ફોટોશૂટ અંગે ફોન આવ્યો હતો, જેના માટે તે ધર્મશાળા પહોંચ્યો હતો. આ શૂટ પછી જ્યારે આલિયાએ તેમનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેની ફોટોઝ શેર કરી ત્યારે લોકો ઈન્ટરનેટ પર નીરવ અને રણબીર વચ્ચે એકદમ સામ્યતા જોવા લાગ્યા.

નીરવે યાદ કરતાં કહ્યું, ‘બધાં મને સેટ પર ‘રણબીર સર’ કહીને બોલાવતાં રહ્યાં. મને ખૂબ જ મજા પડી! અને થોડા દિવસો પછી જ્યારે આલિયા ભટ્ટે અમારા શૂટની ફોટોઝ તેનાં સોશિયલ મીડિયા પર શેર કરી, ત્યારે બધાએ જોયું કે, હું રણબીર જેવો જ દેખાતો હતો. ઘણા લોકોનાં મેસેજ પણ આવ્યા.’

નીરવ ઉત્સાહપૂર્વક શેર કરે છે કે, તે હવે પોતાની જાતને Google પર સર્ચ કરી શકે છે અને ઘણીવાર તે મજા લેવા માટે જાણી જોઈને ગૂગલ પર પોતાનું નામ સર્ચ કરી ઈન્ટરનેટ પર પોતાનાં ફોટોઝ જોઈને મજા લે છે. તેણે વધુમાં ઉમેર્યું, ‘જ્યારે બ્રહ્માસ્ત્ર રિલીઝ થયું ત્યારે પણ લોકોએ મારા વિશે વાત કરવાનું શરૂ કર્યું અને મારા બધા શાળાનાં મિત્રોએ પણ મારા કારણે તે ફિલ્મ જોયું.’

નીરવ પોતે પણ એક્ટર બનવાની ઈચ્છા ધરાવે છે

નીરવ હાલમાં શાળામાં છે અને પિઆનોનો અભ્યાસ કરી રહ્યો છે પરંતુ, તે મોટો થઈને રણબીર કપૂરની જેમ અભિનેતા બનવા માગે છે. તે કહે છે, ‘હું મારા અભ્યાસ અને મારી પિઆનો પ્રેક્ટિસ પર હાલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. હું પિઆનો પર કેસરિયા વગાડવાનું શીખી રહ્યો છું! જો મને ક્યારેય રણબીરને મળવાનો મોકો મળશે, તો હું તેના માટે પરફોર્મ કરીશ - મને આશા છે કે તેને તે ગમશે! અને જ્યારે હું મોટો થઈશ, હું પણ તેમના જેવો જ અભિનેતા બનીશ અને હું આશા રાખું છું કે, દરેક વ્યક્તિ મને તે રીતે પ્રેમ કરશે જેમ તેઓ તેને પ્રેમ કરે છે!’