તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેલેન્સ:શિલ્પા શેટ્ટીએ કહ્યું, જ્યારે સેટ પર હોઉં છું ત્યારે પરિવાર અને ઘરને ભૂલી જાઉં છું

મુંબઈએક મહિનો પહેલા

શિલ્પા શેટ્ટી ટૂંક સમયમાં બોલિવૂડમાં કમબેક કરવાની છે. તેની બે ફિલ્મ 'નિકમ્મા' તથા 'હંગામા 2' થિયેટરમાં રિલીઝ થશે. હાલમાં જ શિલ્પાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બે સંતાનો (દીકરો વિવાન તથા દીકરી સમિશા) હોવા છતાંય તે પ્રોફેશનલ તથા પ્રાઈવેટ લાઈફને કેવી રીતે મેનેજ કરે છે. એક્ટ્રેસના મતે, પર્ટિક્યુલર સમય હોય છે, જેમાં તેની સાથે કોઈ વાત કરતું નથી. આ સમયે તે માત્રને માત્ર માતા હોય છે.

સેટ પર ભૂલી જાઉં છું કે મારો કોઈ પરિવાર પણ છે
વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં શિલ્પાએ કહ્યું હતું, 'જ્યારે હું સેટ પર હોઉં છું ત્યારે પ્રોફેશનલ હોઉં છું. હું ભૂલી જાઉં છું કે મારું એક ઘર કે પરિવાર છે. હું જ્યાં હોઉં છું, પછી તે ઘર હોય કે સેટ. તે સમયે તેની સાથે ન્યાય કરું છું. મને લાગે છે કે આપણે જે-તે ક્ષણને માણવી જોઈએ અને તેને એન્યોજ કરવી જરૂરી છે.'

માતા તરીકે ક્યારેય અપરાધ બોધ થયો?
વાતચીતમાં શિલ્પા શેટ્ટીને પૂછવામાં આવ્યું કે તેને માતા તરીકે કોઈ અપરાધ બોધ થયો હતો? તો તેણે કહ્યું હતું, 'હું ઈચ્છું છું કે મારા બાળકોને ખ્યાલ હોવો જોઈએ કે તેમની માતા કામ પર જાય છે અને તે પરત આવશે. હું જ્યારે ઘરમાં હોઉં છું, ત્યારે તેમની હોઉં છું. જ્યારે તે મોટા થશે ત્યારે તેમને કામ, પૈસા તથા પેરેન્ટ્સની કદર થવી જોઈએ. નહીંતર જે માતા ઘરમાં રહે છે, ઘણી જ મહેનત કરે છે, તેમની કદર થતી નથી. આ એક એવું કામ છે, જેનો આભાર માની શકાય તેમ નથી. જોકે, મને લાગે છે કે મારા બાળકો મારી કદર કરશે. કોઈ પણ મહિલાની અંદર અપરાધ બોધ હોવો જોઈએ નહીં.'

શિલ્પાને હવે ફિલ્મમાં કોઈ રસ નથી
શિલ્પાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે વર્કિંગ એક્ટર ના હોવા છતાંય ચાહકો તેને પ્રેમ કરે છે. તેને ફિલ્મમાં હવે ખાસ રસ નથી. જોકે, તેણે 'હંગામા 2' તથા 'નિકમ્મા' ચાહકો પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો