ફાઈટ ફોર કોરોના:‘આઈ ફોર ઈન્ડિયા’ ચેરિટી કોન્સર્ટ આજે, બોલિવૂડ સ્ટાર્સે સ્પેશ્યિલ મેસેજ શૅર કર્યો

મુંબઈ2 વર્ષ પહેલા

કરન જોહર તથા ઝોયા અખ્તરે સાથે મળીને કોરોનાવાઈરસને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ કરવાના ઉદ્દેશથી ‘આઈ ફોર ઈન્ડિયા’ ચેરિટી કોન્સર્ટ યોજવાનું નક્કી કર્યું છે. હાલમાં જ કરને સોશિયલ મીડિયામાં ‘આઈ ફોર ઈન્ડિયા’ કોન્સર્ટને લઈ પોસ્ટ શૅર કરી હતી. બોલિવૂડ સેલેબ્સે પણ આ કોન્સર્ટને લઈ પોસ્ટ શૅર કરી હતી અને ચાહકોને ડોનેશન આપવાની અપીલ કરી હતી.

કરને ટ્વીટ કરી હતી
કરને ટ્વીટ કરીને કહ્યું હતું, ‘આઈ ફોર ઈન્ડિયા’ કોન્સર્ટ ત્રણ મેના રોજ રાત્રે 7.30 વાગે શરૂ થશે. આ કોન્સર્ટ વર્લ્ડવાઈડ ફેસબુક પર જોઈ શકાશે. ગિવઈન્ડિયાની મદદથી આ કોન્સર્ટમાં ભેગા થયેલા તમામ પૈસા કોરોનાવાઈરસ પાછળ ખર્ચ કરવામાં આવશે. 

આ સ્ટાર્સ જોવા મળશે
આ કોન્સર્ટમાં શાહરુખ ખાન, આમિર ખાન, અક્ષય કુમાર, રીતિક રોશન, સૈફ અલી ખાન, કરીના કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન, અર્જુન કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરીના કૈફ, વિકી કૌશલ, ટાઈગર શ્રોફ, અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય, ભૂમિ પેડનેકર, પ્રિયંકા ચોપરા તથા અનુષ્કા શર્મા સહિતના સ્ટાર્સ ભાગ લેશે. હોલિવૂડમાંથી વીલ સ્મિથ, સિંગર બ્રાયન એડમ્સ તથા જોનસ બ્રધર્સ પણ જોવા મળશે. 

ચાર મિનિટનો વીડિયો બનાવવાનો
ઝોયા તથા કરને આ સ્ટાર્સને ચાર મિનિટનો વીડિયો બનાવવાનો કહ્યો હતો, જેમાં સ્ટાર્સ સિંગિંગ, ડાન્સિંગ, સ્પીચ કે સ્ટેન્ડઅપ પર્ફોર્મન્સ આપી શકે છે. ઝોયા તથા કરન આ બે કલાકની કોન્સર્ટ પર છેલ્લાં બે અઠવાડિયાથી કામ કરતાં હતાં. 

હોલિવૂડ સેલેબ્સે કોન્સર્ટ કરી હતી
આ પહેલાં હોલિવૂડ સેલેબ્સ તથા સિંગર્સે સાથે મળીને ‘વન વર્લ્ડઃ ટુગેધર એટ હોમ’ કોન્સર્ટ કરી હતી. આ કોન્સર્ટમાં 100થી વધુ પર્ફોર્મન્સ હતાં. આ કોન્સર્ટ લેડી ગાગાએ વિશ્વ આરોગ્ય સંસ્થા તથા ગ્લોબલ સિટિઝન સાથે મળીને યોજી હતી. આ કોન્સર્ટ દ્વારા 127 મિલિયન ડોલર ઊભા કરવામાં આવ્યા હતાં. પ્રિયંકા ચોપરા તથા શાહરુખ ખાને આ કોન્સર્ટમાં ભાગ લીધો હતો. 

અન્ય સમાચારો પણ છે...