• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • "I Don't Take Drugs, I Don't Drink Too Much Alcohol, I Don't Have Problems In Life, But I Have Depression," Said Aamir Khan Daughter Ira Khan.

આમિરની દીકરી ડિપ્રેશનમાં:ઈરા ખાને કહ્યું, 'ડ્રગ્સ લેતી નથી, દારૂ પણ વધુ પ્રમાણમાં પીતી નથી, જીવનમાં મુશ્કેલી નથી, પરંતુ ડિપ્રેશન છે'

મુંબઈ7 મહિનો પહેલા
  • ગયા વર્ષે ઈરાન ખાને ક્લિનિકલી ડિપ્રેસ્ડ હોવાની વાત સ્વીકારી હતી

આમિર ખાનની દીકરી ઈરા ખાન ઘણીવાર મેન્ટલ હેલ્થ અંગે વાત કરતી હોય છે. સો.મીડિયામાં ઈરા ખાને મેન્ટલ હેલ્થ અંગેના અનેક વીડિયો શૅર કર્યા છે. હાલમાં જ ઈરાએ ડિપ્રેશન અંગે વાત કરી હતી.

શું છે નવા વીડિયોમાં?
છ મિનિટના વીડિયોમાં ઈરા ખાને પોતાના પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી. ઈરાએ કહ્યું હતું કે હજી પણ કેટલીક બાબતો એવી છે, જેના પર તે વિશ્વાસ કરી શકે તેમ નથી. વીડિયોમાં ઈરાએ કહ્યું હતું, 'હું ડ્રગ્સ લેતી નથી. મારી જાતને ઈજાગ્રસ્ત પણ કરતી નથી. દારૂ પણ વધુ પ્રમાણમાં પીતી નથી. જ્યારે પણ ડિપ્રેસ્ડ હોઉં છું, ત્યારે કૉફી પીવાનું વધી જાય છે. જીવનમાં મુશ્કેલીઓ નથી, પરંતુ ડિપ્રેશન છે.'

વીડિયો શૅર કરીને આ વાત કહી
ઈરા ખાને વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'હું: તો હવે શું કરીએ? થેરપિસ્ટઃ મને ખ્યાલ નથી. હું: મારી અંદર ઘણાં હિસ્સા છે. બંને વચ્ચે જંગ જામી છે. આ બંને મને દુઃખ આપે છે. જ્યારે પણ હું મારી જાતને સારી બનાવવાનો પ્રયાસ કરું છું. આ ઈજા ઘણી જ ઊંડી થતી જાય છે તો આવામાં મારે વધુ મહેનત કરવી પડશે.'

'મારે આ મુશ્કેલીઓને ઓછી કરવાનો રસ્તો કાઢવો પડશે. મારે પોતાની જાતને અને વસ્તુઓને પૂરી રીતે બદલવાની જરૂર નથી, વધુ સમય સુધી કામ કરતા રહેવું એ જ બેસ્ટ વિકલ્પ છે. વધુ કામ કરવામાં કોઈ જ વાંધો નથી અને મને તેનાથી નુકસાન પણ પહોંચવાનું નથી. જોકે, એક સમય એવો જરૂર આવે છે, જ્યારે તમને આ બધી બાબતો સ્વસ્થ રાખતી નથી. બસ આમાં જ મારે બેલેન્સ શોધવાની જરૂર છે, કારણ કે કામ કરવામાં મને ખુશી મળે છે.'

ગયા વર્ષે ડિપ્રેશનમાં હોવાની વાત સ્વીકારી હતી
ઈરાએ કહ્યું હતું, 'હાય, હું ડિપ્રેસ્ડ છું. હું છેલ્લાં ચાર વર્ષથી ડિપ્રેશનમાં છું. હું ડૉક્ટર પાસે ગઈ હતી. હું ક્લિનિકલી ડિપ્રેસ્ડ છું. જોકે, હવે મને સારું છે. છેલ્લાં એક વર્ષથી હું મેન્ટલ હેલ્થ અંગે કંઈ કરવા માગતી હતી પરંતુ મને ખ્યાલ નહોતો આવતો કે હું શું કરું? તો મેં વિચાર્યું કે હું તમને મારી સફર પર લઈ જાઉં. જોઈએ કે આગળ શું થાય છે? આથી મેં નક્કી કર્યું કે, તમને મારા સફર પર લઇ જઉં છું અને જોવું કે શું થાય છે. આશા છે કે આપણે બધા પોતાને સારી રીતે જાણી શકીશું. મેન્ટલ હેલ્થને સરે રીતે સમજી શકીશું. ચાલો, ત્યાંથી શરુ કરીએ, જ્યાંથી મેં શરૂઆત કરી હતી. હું કઈ વાતે ડિપ્રેસ્ડ છું? હું ડિપ્રેસ્ડ થનારી કોણ છું? મારી પાસે બધું છે ને?

14 વર્ષની ઉંમરમાં યૌન શોષણ હોવાની વાત સ્વીકારી હતી
આ પહેલાં ઈરાએ સોશિયલ મીડિયામાં 10 મિનિટનો વીડિયો શૅર કર્યો હતો. ઈરાએ કહ્યું હતું, 'મેં ક્યારેય કોઈને કંઈ જ કહ્યું નહોતું, કારણ કે હું માનું છું કે મારા જે વિશેષાધિકારો છે તેનો અર્થ એ થયો કે હું મારી દરેક બાબત મારી રીતે હેન્ડલ કરીશ. હું ડિપ્રેશનમાં કેમ છું, તેનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી, કારણ કે મને પણ ખબર નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી હું આ વાતને સમજવાનો પ્રયાસ કરું છું કે પરંતુ મને જવાબ મળ્યો નથી. આજે હું મારી એકદમ સહજતા ભર્યા જીવન અંગે જણાવવા માગું છું. પૈસા માટે મને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી.'

'મારા માતા-પિતા, મારા મિત્રોએ મને ક્યારેય કોઈ બાબતનું મારા પર દબાણ કર્યું નથી. જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. મને ખ્યાલ નહોતો કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દૂર જતી રહી હતી. હા મને ખરાબ લાગ્યું હતું કે મેં મારી સાથે આ બધું કેમ થવા દીધું, પરંતુ આ કંઈ જીવનનો એટલો મોટો આઘાત નહોતે કે હું ડિપ્રેશનમાં સરી પડું. હું મારા મિત્રો તથા પેરેન્ટ્સને મારા જીવનની દરેક વાતો કહી શકું છું, પરંતુ હું શું કહું? મારી સાથે એવું કંઈ ખરાબ થયું જ નથી, જેવું હું ફીલ કરી રહી છું. બસ આ એક વિચારે મને વાત કરતાં અટકાવી અને તેમનાથી દૂર કરી.'

વેલેન્ટાઈન ડે પર બોયફ્રેન્ડ સાથેના સંબંધો સ્વીકાર્યાં

ઈરાએ વેલેન્ટાઈન વીકના પ્રોમિસ ડે પર નુપુર સાથેના સંબંધો ઓફિશિયલ કર્યા હતા. ઈરાએ પ્રેમી સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'તારી સાથે અને તારા માટે પ્રોમિસ કરવું એક સન્માન છે.' ઉલ્લેખનીય છે કે નુપુર, આમિર ખાનનો ફિટનેસ કોચ છે. નુપુર તથા ઈરા છેલ્લાં 9 મહિનાથી એકબીજાને ડેટ કરે છે.

2019માં બ્રેકઅપ થયું હતું
નુપુર પહેલાં ઈરા મ્યૂઝિક કમ્પોઝર મિશાલ કૃપલાની સાથે રિલેશનશિપમાં હતી. બંનેની રોમેન્ટિક તસવીરો સોશિય મીડિયામાં ઘણી જ વાઈરલ થઈ હતી. જોકે, ડિસેમ્બર, 2019માં બંનેનું બ્રેકઅપ થયું હતું.

23 વર્ષીય ઈરાએ ગયા વર્ષે 'યુરિપાઈડ્સ મેડિયા' નામના નાટકથી થિયેટર ડેબ્યૂ કર્યું હતું. ઈરાએ આ નાટકને ડિરેક્ટ કર્યું હતું. આ નાટકથી વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું.