વાઈરલ:રિષભ પંત સાથેના રિલેશનશિપની ચર્ચાના એક વર્ષ બાદ ઉર્વશી રાઉતેલાએ કહ્યું, 'એક પણ ક્રિકેટરને ઓળખતી નથી'

મુંબઈ7 મહિનો પહેલા
  • ફેવરિટ ક્રિકેટરના સવાલ પર ઉર્વશીએ જવાબ આપ્યો
  • 'સચિન સર તથા વિરાટ સર માટે હૃદયમાં ખાસ સન્માન'

ભારતીય ક્રિકેટ ટીમ ટીમના વિકેટકીપર તથા બેટ્સમેન રિષભ પંત તથા બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા વચ્ચે અફેર હોવાની ચર્ચા હતી. જોકે, બંનેએ આ મુદ્દે ક્યારેય વાત કરી નહોતી. જોકે, હવે ઉર્વશીએ આ સંબંધો અંગે ઘટસ્ફોટ કર્યો છે.

શું કહ્યું ઉર્વશીએ?

ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ
ઉર્વશીની સો.મીડિયા પોસ્ટ

સો.મીડિયામાં ઉર્વશીએ 'આસ્ક મી અ ક્વેશ્ચન' સેશન રાખ્યું હતું, જેમાં એક ચાહકે સવાલ કર્યો હતો કે તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? જેના જવાબમાં ઉર્વશીએ કહ્યું હતું, 'હું ક્રિકેટ જોતી નથી. આથી હું એક પણ ક્રિકેટરને ઓળખતી નથી.' આ સાથે ઉર્વશીએ એમ પણ કહ્યું હતું, 'મારા મનમાં સચિન સર તથા વિરાટ સર માટે ઘણું જ સન્માન છે.'

ઉર્વશી તથા પંત ડેટ પર જતા સમયે ક્લિક થયા હતા
2019માં રિષભ પંત તથા ઉર્વશી રાઉતેલા જુહૂની એસ્ટલા હોટલમાં લેટ નાઈટ ડિનર ડેટ પર જતાં જોવા મળ્યાં હતાં. ડિનર ડેટ બાદ બંને વચ્ચે અફેર ચાલતું હોવાની વાત વાઈરલ થઈ હતી. જોકે, પછી એવા સમાચાર આવ્યા કે પંતે ઉર્વશીને વ્હોટ્સએપ પર બ્લોક કરી દીધી છે.

પંતે વ્હોટ્સએપ પર ઉર્વશીને બ્લોક કરી હતી
તે સમયે રિષ પંતને શ્રીલંકા વિરુદ્ધ રમનારી છેલ્લી ટી-20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. તે સમયે રિષભ પંત ખરાબ ફોર્મમાં હતો. આ વાતને કારણે તે ચિંતામાં હતો. અટકળો હતી કે આ જ ટેન્શનને કારણે રિષભે વ્હોટ્સએપ પર ઉર્વશીને બ્લોક કરી હતી.

હાલમાં રિષભના સંબંધો ઈશા નેગી સાથે
IPLમાં ટીમ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત હાલમાં ઈશા નેગી સાથે રિલેશનશિપમાં છે. ઈશા દેહરાદૂનની છે. તે ઈન્ટિરિયર ડિઝાઈનર છે. ઈશા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.

રિષભની સો.મીડિયા પોસ્ટ
રિષભની સો.મીડિયા પોસ્ટ

હાલમાં જ ઉર્વશીનો યો યો હની સિંહ સાથેની ડાન્સ વાઇરલ થયો
ઉર્વશી હાલમાં પોતાના વીડિયોને કારણે ચર્ચામાં છે. આ વીડિયોમાં ઉર્વશી યો યો હની સિંહ સાથે જોવા મળે છે. આ વીડિયોમાં ઉર્વશીએ ઉત્સાહમાં આવીને પોતાના ડ્રેસની સ્લીવ ફેંકી હતી. આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશીએ ઈન્ટરનેશનલ પ્રોજેક્ટ જોવા મળશે.

2013માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું
25 ફેબ્રુઆરી, 1994માં જન્મેલી ઉર્વશી 2015માં મિસ યુનિવર્સ સ્પર્ધામાં જોવા મળી હતી. આ સ્પર્ધામાં તે મિસ દિવા યુનિવર્સ 2015નો ખિતાબ જીતી હતી. ઉર્વશીએ 2013માં સની દેઓલની ફિલ્મ 'સિંહ સાબ ધ ગ્રેટ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે 'સનમ રે', 'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી', 'હેટ સ્ટોરી 4', 'પાગલપંતી' જેવી ફિલ્મમાં જોવા મળી હતી. ઉર્વશીએ ઘણાં મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. હાલમાં જે 'એક લડકી ભીગી ભાગી'ને કારણે ચર્ચામાં છે.