ડ્રીમગર્લે કહ્યું કે, આજની એક્ટ્રેસ મને અનુસરે છે:મેં લગ્ન બાદ પણ કામ કરવાનું બંધ નથી કર્યું, યુવતીએ લગ્ન બાદ તુરંત જ બાળકનો નિર્ણય ન કરવો જોઈએ

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ અને મથુરા સાંસદ હેમા માલિની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હેમા માલિનીની ગણના વીતેલા જમાનાની સફળ એક્ટ્રેસ તરીકે કરવામાં આવે છે. ડ્રીમ ગર્લ તરીકે જાણીતી હેમા માલીનીએ કરિયરની શરૂઆત 1968માં રિલીઝ થયેલી ફિલ્મ 'સપનો કે સોદાગર'થી કરી હતી. હેમા માલિની છેલ્લે 2 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'શિમલા મિર્ચ'માં પણ જોવા મળી હતી. હેમા માલિનીએ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરી રહેલી એક્ટ્રેસો વિશે એક હાલમાં જ એક પ્રતિક્રિયા આપી હતી.

હેમા માલિનીએ આપી પ્રતિક્રિયા
એક્ટ્રેસે જણાવ્યું હતું કે, આજકાલની એક્ટ્રેસ તેમને ફોલો કરે છે કારણ કે તેમને પણ લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. વધુમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, એક્ટ્રેસોએ લગ્ન બાદ તરત જ બાળકો ન કરવા જોઈએ.

મેં કામમાંથી ક્યારે પણ બ્રેક લીધો નથી : હેમા
પીટીઆઈ સાથેની વાતચીતમાં હેમાને સવાલ કરવામાં આવ્યો હતો કે, તમારા સમયમાં લગ્ન બાદ એક્ટ્રેસના કરિયર પર પૂર્ણવિરામ મુકવામાં આવી જતું હતું. પરંતુ હવે તેમાં થોડો ફેરફાર આવ્યો છે. આલિયાથી લઈને દીપિકા અને કેટરીના સહિત અનેક એક્ટ્રેસ લગ્ન બાદ પણ સારી-સારી ફિલ્મોમાં કામ કરી રહી છે. ફિલ્મી જગતમાં આવેલા આ ફેરફાર વિશે તમે શું કહેશો?

આ સવાલના જવાબમાં હેમાએ કહ્યું હતું કે, મને તે કોઈ વાતથી મતલબ જ નથી કારણ કે મેં પણ લગ્ન બાદ કામ કરવાનું બંધ કર્યું ન હતું. મારા લગ્ન બાદ પણ મેં સતત કામ કર્યું હતું, મેં ક્યારે પણ કામમાંથી બ્રેક લેવા અંગે વિચાર્યું પણ નથી. વધુમાં હસતા-હસતા હેમાએ કહ્યું હતું કે, મને લાગે છે કે બધા જ મેન ફોલો કરે છે.'

પત્નીએ લગ્ન બાદ તુરંત ક્યારે પણ બાળક ન કરવું જોઈએ
ડ્રીમ ગર્લે વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં પતિને પણ સમજવું પડે છે કે તેમના લગ્ન જે છોકરી સાથે થયા છે તે ઘણી જ પ્રતિભાશાળી છે અને લોકો પડદા પર જોવાનું પસંદ કરે છે. તો બીજી તરફ લગ્ન બાદ પત્નીને થોડું-ઘણું તો ગુમાવવું પડે જ છે.

જો પત્ની બનીને તુરંત જ બાળકો પેદા કરે છે તો બ્રેક લેવો પડે છે. જો તમે તે ઉંમરના છો કે તમે હજુ કામ કરી શકો છો તો કામ જરૂર કરી જ લેવું જોઈએ. ફિલ્મના પ્રોડ્યુસર તમને ફી આપીને સાઈન કરવા માટે તૈયાર છે તો તમારામાં પણ કામનું ઝુનુન હોવું જોઈએ.

હેમા માલીનીએ ધમેન્દ્ર સાથે 1980માં લગ્ન કર્યા હતા
હેમા માલીની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો 1980માં ધમેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે હેમા માલિની કરિયર પીક ઉપર હતી. હેમા માલિનીએ લગ્ન બાદ પણ અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જો હેમાના પરિવાર વિશે વાત કરવામાં આવે તો હેમા અને ધર્મેન્દ્રને બે દીકરીઓ એશા-આહના છે. બંનેના લગ્ન થઇ ચુક્યા છે.