તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ડર:આલિયા ભટ્ટ પોઝિટિવ આવતા માતા સોની રાઝદાને કહ્યું, મને ડર લાગી રહ્યો છે

મુંબઈ10 દિવસ પહેલા

આલિયા ભટ્ટનો કોરોના રિપોર્ટ તાજેતરમાં જ પોઝિટિવ આવ્યો હતો. આલિયા ભટ્ટ ચેપગ્રસ્ત થતાં તેની માતા સોની રાઝદાનને ઘણો જ ડર લાગ્યો છે. આ ડરને કારણે સોનીએ કોરોના પર એક કવિતા લખી છે. તેમણે આ કવિતા સો.મીડિયામાં શૅર કરી છે. આ કવિતામાં સોનીએ કહ્યું હતું કે આ કોઈ સાધારણ લહેર નથી, આ દરેક જગ્યા છે.

સોની રાઝદાનની કવિતા
સોનીએ પોતાની પોસ્ટમાં કહ્યું હતું, 'આ કોઈ સાધારણ લહેર નથી, આ દરેક જગ્યાએ છે. આપણા ઘરમાં, આપણા વાળમાં. મને ડર લાગી રહ્યો છે. આ કોઈ સામાન્ય લહેર નથી, આ દરેક જગ્યાએ છે. ખબર નહીં કે આપણે ક્યારેય આમાંથી છુટકારો મેળવીશું. આપણે કેવી રીતે આપણી દેખરેખ રાખવાનું શરૂ કરીશું. આ એટલી માત્રામાં જ્યાં ત્યાં ફેલાયેલું છે. આ દરેક જગ્યાએ છે, આ દરેક જગ્યાએ છે.'

આલિયાએ સો.મીડિયામાં કોરોના પોઝિટિવ હોવાની વાત શૅર કરી હતી
28 વર્ષીય આલિયાએ કોરોના પોઝિટિવ હોવાની વાત સો.મીડિયામાં શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'મારો કોવિડ 19નો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું તરત જ આઈસોલેશન જતી રહી હતી. હું ઘરમાં જ છું. હું મારા ડૉક્ટર્સની સલાહ પ્રમાણે, તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર. પ્લીઝ સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો.'

11 માર્ચે આલિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો
રણબીર કપૂર તથા સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ 11 માર્ચે આલિયાએ પણ કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. તે સમયે આલિયાનો રિપોર્ટ નેગેટિવ હતો. રણબીરનો અઠવાડિયા બાદ રિપોર્ટ નેગેટિવ આવી ગયો હતો.

આલિયા 'ગંગુબાઈ'નું શૂટિંગ ફરીથી કરવાની હતી
વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું શૂટિંગ શરૂ કરવાની હતી. આલિયાએ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. RRRમાં આલિયા મહત્ત્વના રોલમાં જોવા મળશે.

આલિયા પોતાના પ્રોડક્શન હાઉસ 'એટર્નલ સનશાઈન' હેઠળ પહેલી ફિલ્મ 'ડાર્લિંગ્સ' બનાવી રહી છે. આ ફિલ્મ માતા-દીકરીના સંબંધો પર આધારિત છે. આલિયા ભટ્ટ દીકરી તથા શૈફાલી શાહ માતાના રોલમાં જોવા મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો