તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલીમાં શ્વેતા તિવારી:દિકરાથી અલગ કરવાના આરોપમાં પતિ અભિનવ કોહલીએ શ્વેતા તિવારીને લીગલ નોટિસ મોકલી, જવાબ નહીં આપે તો કાર્યવાહી થશે

6 મહિનો પહેલા
 • કૉપી લિંક

શ્વેતા તિવારી હાલ તેના પતિ અભિનવ કોહલી સાથે ચાલી રહેલા અણબનાવને કારણે ચર્ચામાં છે. અભિનવે શ્વેતા પર આરોપ લગાવ્યો છે કે તે તેને દિકરાથી અલગ કરવા માટે તેને મળવા નથી દેતી. સોમવારે શ્વેતાએ અભિનવ અને રેયાંશને મળાવ્યા પણ હતા પરંતુ થોડી જ મિનિટમાં શ્વેતા દીકરાને લઇ ગઈ હતી ત્યારબાદ અભિનવે ગુસ્સમાં તેના ઘર બહારથી લાઈવ આવીને તેની આપવીતી સંભળાવી હતી. હવે દીકરાને મળવા માટે અભિનવે શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે.

હાલમાં જ ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અભિનવે જણાવ્યું કે તેણે ચિંતિત થઈને શ્વેતાને લીગલ નોટિસ મોકલી છે જેનો જવાબ એક્ટ્રેસે 14 દિવસની અંદર આપવો જ પડશે. જો આવું નહીં થયું તો અભિનવ શ્વેતા વિરુદ્ધ લીગલ એક્શન લેશે. અભિનવનું કહેવું છે કે તેના 4 વર્ષના દીકરા રેયાંશને માતા સાથે પિતાના સાથની પણ જરૂર છે. કારણકે શ્વેતા એક સેલિબ્રિટી છે માટે તેણે દિકરાથી અલગ રહેવું પડી રહ્યું છે અને તેની ઇમેજ લોકો સામે ખરાબ થઇ રહી છે.

અભિનવે ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'જ્યારે મેં શ્વેતા સાથે લગ્ન કર્યાં હતાં ત્યારે મેં ખુદને સારો પતિ અને પિતા સાબિત કરવા માટે બધું કર્યું હતું. મેં બધું કર્યું છતાં આજે હું એકલો છું. આજે હું મારા દિકરાથી અલગ છું કારણકે શ્વેતા એક સેલિબ્રિટી છે અને હું બધા સામે એક ખરાબ માણસ બની ગયો છું.'

25 ઓક્ટોબર સુધી અભિનવ સાથે હતો રેયાંશ
અભિનવનું કહેવું છે કે શ્વેતા તિવારીને કોરોના થયા બાદ દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે જ રહ્યો હતો ત્યારબાદ 25 ઓક્ટોબરે શ્વેતા તેને જબરદસ્તી તેની સાથે લઇ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરાની અભિનવ સાથે વાત કરાવી ન હતી અને તે પણ ન જણાવ્યું કે તે ક્યાં છે. આવામાં અભિનવ તેના શોના સેટ પર ગયો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો. એક અઠવાડિયા બાદ શ્વેતાએ સોમવારે બંનેની થોડી મિનિટ જ મુલાકાત કરાવી હતી.

અભિનવે ધમકી આપી
સોમવારે દીકરાને મળ્યા બાદ અભિનવ ફરી શ્વેતાના ઘરે ગયો હતો જ્યાં કોઈએ દરવાજો ખોલ્યો જ નહીં. આ વાતથી નારાજ થઈને અભિનવ ઘર બહારથી લાઈવ આવ્યો જેમાં તેણે કહ્યું, 'થોડા સમય પહેલાં દીકરાને મળ્યો હતો અને તે ઘણો ડરેલો હતો. આ લોકો એવું જ કરી રહ્યા છે. કોઈ માણસને એટલો હેરાન કરો અને થકવી દો કે તે હેલ્પલેસ થઈને કંઈક ખોટું કરી બેસે.' જણાવી દઈએ કે ગયા વર્ષે શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી હતી ત્યારબાદથી બંને અલગ રહે છે.

ફરી ન્યૂડ થયા મિલિન્દ:બીચ પર કપડાં વગર દોડ્યા 55 વર્ષીય બર્થડે બોય મિલિન્દ સોમણ, ટ્વિટર યુઝર્સે ખૂબ મજા લીધી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો