તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલેબ્સના ઝઘડા:શ્વેતા તિવારી વિરુદ્ધ પતિ અભિનવે ફરિયાદ કરી, આ સેલેબ્સ પર પણ પરિવાર કે પાર્ટનરે કેસ કર્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ ડિસેમ્બર, 2020ના રોજ એક્ટ્રેસ વિરુદ્ધ અરજી કરી હતી. અભિનવે કહ્યું હતું કે શ્વેતા તેને ચાર વર્ષના દીકરા રેયાંશ સાથે મળવા દેતી નથી. તેને દીકરાની કસ્ટડી જોઈએ છે. અભિનવની વકીલ તૃપ્તિએ કહ્યું હતું કે અભિનવે હાઈકોર્ટમાં શ્વેતા વિરુદ્ધ અરજી કરી છે, કારણ કે તે દીકરાને મળવા દેતી નથી. જ્યારે શ્વેતા કોરોના પોઝિટિવ થઈ હતી ત્યારે અભિનવે જ રેયાંશનું ધ્યાન રાખ્યું હતું. જોકે, તે સાજી થઈ તો તેણે બાપ-દીકરાને અલગ કરી દીધા હતા.

અભિનવે ઘણાં દિવસો સુધી રેયાંશને મળવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, શ્વેતાએ તેને મળવા દીધો નહીં. તેણે પોલીસની પણ મદદ લીધી પરંતુ તે પણ સમસ્યાનો ઉકેલ લાવી શકી નહીં. અંતે હારી થાકીને અભિનવે હાઈકોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. અભિનવ જ નહીં આ બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના પાર્ટનર્સ કે પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી છે. જોઈએ કોણ કોણ છે, આ સેલેબ્સ.

અમીષા પટેલ-પરિવાર

‘કહોના પ્યાર હૈ’ તથા ‘ગદર’ જેવી ફિલ્મમાં કામ કરનાર અમીષાએ 2004માં પોતાના પરિવાર વિરુદ્ધ કેસ ફાઈલ કર્યો હતો. એક્ટ્રેસનો આક્ષેપ હતો કે તેના પરિવારે તેના પૈસાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. તે સમયે અમીષા તથા વિક્રમ ભટ્ટ રિલેશનમાં હતા. અમીષાના પરિવારને આ સંબંધ સામે વાંધો હતો. અમીષાએ એક ઈન્ટરવ્યૂમાં ત્યાં સુધી કહ્યું હતું કે એકવાર તેની માતાએ તેને તથા વિક્રમને સાથે જોઈ લીધા હતા અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો. જોકે, થોડાં વર્ષ બાદ અમીષાએ પરિવાર સાથે સમાધાન કરી લીધું હતું.

રીતિક રોશન-કંગના રનૌત

‘ક્રિશ 3’ પછી કંગના તથા રીતિકની નિકટતા ચર્ચામાં હતી. થોડાં સમય બાદ બંનેનો ઝઘડો ચર્ચાવા લાગ્યો હતો. બ્રેકઅપ તથા પેચઅપની વચ્ચે રીતિકે કંગના વિરુદ્ધ સાઈબર સેલમાં કેસ કર્યો હતો. રીતિકને વર્ષ 2013-14માં એક્ટ્રેસના મેલ આઈડીથી 100 મેલ મોકલવામાં આવ્યા હતા. આ મેલ કંગના એ જ કર્યા છે. તો બીજી તરફ કંગનાનો દાવો હતો કે રીતિકે જ આ મેલ કર્યા હતા. આ કેસ હજી પણ ચાલે છે.

આયેશા શ્રોફ-સાહિલ ખાન

જેકી શ્રોફની પત્ની તથા ટાઈગર શ્રોફની માતા આયેશા તથા ‘સ્ટાઈલ’ ફૅમ એક્ટર સાહિલ ખાન વચ્ચે લાંબા સમય સુધી રિલેશન રહ્યાં હતાં. બંને બિઝનેસ પાર્ટનર પણ હતા. જોકે, 2014માં આયેશાએ સાહિલ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ કર્યો હતો. આયેશાનો આક્ષેપ હતો કે સાહિલે તેને બિઝનેસ સાથે જોડાયેલા 8 કરોડ રૂપિયા આપ્યા નથી. જેકીએ પણ સાહિલ તથા તેની બહેન શાઈશ્તા વિરુદ્ધ કેસ કર્યો હતો. આ કેસ બાદ સાહિલ તથા આયેશા અલગ થઈ ગયા હતા. એક સમયે સાહિલ એક્ટર ટાઈગર શ્રોફને ફિટનેસ ટ્રેનિંગ આપતો હતો.

કરિશ્મા કપૂર-સંજય કપૂર

કરિશ્માએ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો છે. થોડાં વર્ષ બાદ જ સંજય તથા કરિશ્માના લગ્નજીવનમાં ખટાશ આવી ગઈ હતી. કરિશ્માએ પતિ વિરુદ્ધ કેસ કર્યો હતો. કરિશ્માનો આક્ષેપ હતો કે સંજયે દહેજની માગણી કરી હતી. સંજયની માતા તેને માર મારતી હતી અને માનસિક રીતે હેરાન કરતી હતી.

અંજના-નવાઝુદ્દીન સિદ્દીકી

27 જુલાઈ, 2020ના રોજ નવાઝની પત્ની આલિયા ઉર્ફે અંજનાએ પતિ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે પોલીસ ફરિયાદ કરી હતી કે નવાઝ તથા તેનો ભાઈ તેને હેરાન કરે છે. ત્યારબાદ અંજનાએ સો.મીડિયામાં પૈસાની લેવડ દેવડ અંગે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. અંજનાએ કહ્યું હતું કે નવાઝના સંબંધો તેની કો-સ્ટાર્સ સાથે રહી ચૂક્યા છે.

સિદ્ધાર્થ સાગર-પેરેન્ટ્સ​​​​​​​

​​​​​​​કોમેડિયન સિદ્ધાર્થ સાગર ડ્રગ એડિક્શનને કારણે ચર્ચામાં હતો. તેને રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો. રિહેબમાંથી બહાર આવ્યા બાદ સિદ્ધાર્થે પેરેન્ટ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. સિદ્ધાર્થનો આક્ષેપ હતો કે ડ્રગ્સ એડિક્શનને કારણે તેના પેરેન્ટ્સે તેને જબરજસ્તી મેન્ટલ અસાયલમમાં મોકલી દીધો હતો. અહીંયા તેનું શોષણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો