લવ બર્ડ્સની ડિનર ડેટ:હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન રેસ્ટોરાંની બહાર જોવા મળી, પ્રેમીએ ગળે લગાવી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુઝાન તથા અર્સલાને હજી સુધી પોતાના સંબંધો ઓફિશિયલી સ્વીકાર્યા નથી

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાનના સંબંધો અર્સલાન ગોની સાથે છે. બંને છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરે છે. હાલમાં જ બંને ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.

સુઝાન-અર્સલાનની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી
લવ બર્ડ્સ સુઝાન તથા અર્સલાન રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા હતા. રેસ્ટોરાંની બહાર નીકળ્યા બાદ અર્સલાને પ્રોટેક્ટિવ તથા લવિંગ બોયફ્રેન્ડની જેમ સુઝાનને પ્રેમથી ગળે લગાવી હતી. પછી જેન્ટલમેનની જેમ કારનો દરવાજો ખોલીને રોમેન્ટિક અંદાજમાં સુઝાનને સી ઓફ કરી હતી.

સો.મીડિયામાં સુઝાનને ટ્રોલ કરવામાં આવી
સો.મીડિયામાં સુઝાન તથા અર્સલાનની વીડિયો વાઇરલ થતાં જ સુઝાનને ટ્રોલ કરવામાં આવી હતી. એકે કમેન્ટ કરતાં કહ્યું હતું કે આનું તો કંઈક અલગ જ ચાલે છે. કેવા લોકો છે, આ લોકોએ આપણી સંસ્કૃતિને બરબાદ કરી રહ્યા છે. અન્ય એકે કહ્યું હતું કે ચલો હૃતિક પાસે કોઈ છે અને આની પાસે પણ. અન્ય એકે એમ કહ્યું હતું કે આને કોઈ જાતની શરમ નથી.

છેલ્લાં એક વર્ષથી એકબીજાની ડેટ કરે છે
નોંધનીય છે કે સુઝાન તથા અર્સલાન છેલ્લાં એક વર્ષથી એકબીજાને ડેટ કરે છે. તેઓ સાથે વેકેશન મનાવવા પણ જાય છે. ડિનર ડેટ, લંચ ડેટ તથા ઇવેન્ટ્સમાં પણ બંને સાથે જ જોવા મળે છે. જોકે, બંનેમાંથી કોઈએ સંબંધો અંગે ક્યારેય વાત કરી નથી.

અર્સલાન લોકપ્રિય ટીવી એક્ટર અલી ગોનીનો ભાઈ છે. અર્સલાન વેબ સિરીઝ 'મૈં હીરો બોલ રહા હૂ'માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે ઘણી ટીવી સિરિયલ્સ કરી છે. સુઝાન ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તે ક્લોથિંગ બ્રાન્ડ 'ધ લેબલ લાઇફ'માં મલાઈકા અરોરા તથા બિપાશા બાસુની પાર્ટનરશિપ ધરાવે છે.

વર્ષ 2000માં હૃતિક સાથે લગ્ન કર્યાં હતાં
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યાં હતાં. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે, 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયા હતા. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. ડિવોર્સ બાદ હૃતિક રોશન સિંગર સબા આઝાદને ડેટ કરતો હોવાની ચર્ચા છે.