તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ પ્રોજેક્ટ્સ:‘વિક્રમ વેધા’માં આમિર ખાનની જગ્યાએ હવે હ્રિતિક રોશનની એન્ટ્રી, OTT પ્લેટફોર્મ પર ‘નાઈટ મેનેજર’થી ડેબ્યુ પણ કરશે

4 મહિનો પહેલા

તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકમાં હવે હ્રિતિક રોશનની એન્ટ્રી થઈ છે. મળેલી માહિતી પ્રમાણે, આ ફિલ્મની ઓફર પહેલા આમિર ખાનને કરી હતી, પરંતુ તેણે ના પાડી. એ પછી મેકર્સે આમિરને બદલે હ્રિતિકને ફાઈનલ કર્યો છે. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં હ્રિતિક ઉપરાંત સૈફ અલી ખાન પણ દેખાશે.

રિપોર્ટ પ્રમાણે, આ ફિલ્મને લઈને હ્રિતિક સાથે છેલ્લા 1-2 મહિનાથી વાત ચાલુ હતી. પરંતુ હવે ફાઈનલી હ્રિતિકે ફિલ્મમાં કામ કરવાની હા પાડી દીધી છે. હ્રિતિકને આ ફિલ્મની ઓફર આમિર ખાન પહેલાં કરવામાં આવી હતી પણ ત્યારે કઈ નક્કી થયું નહોતું.

હ્રિતિક ગેંગસ્ટરના રોલમાં દેખાશે
વર્ષ 2007માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ‘વિક્રમ વેધા’માં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. ફિલ્મમાં માધવન એક પોલીસ ઓફિસર અને સેતુપતિએ ગેંગસ્ટરનો રોલ પ્લે કર્યો હતો. હિન્દી રીમેકમાં સૈફ પોલીસ ઓફિસર અને હ્રિતિક ગેંગસ્ટરના રોલમાં દેખાશે. ફિલ્મના ડિરેક્ટર પુષ્કર અને ગાયત્રી જ રહેશે. તેમણે ઓરિજિનલ તમિળ ફિલ્મ બનાવી હતી.

હ્રિતિક OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરશે
‘વિક્રમ વેધા’શરુ કર્યા પહેલાં તે પોતાની વેબ સિરીઝ ‘નાઈટ મેનેજર’નું શૂટિંગ પૂરું કરશે. આ વેબ સિરીઝ હોલિવૂડની પોપ્યુલર ટીવી સિરીઝ ‘ધ નાઈટ મેનેજર’નું હિન્દી એડોપ્શન છે. આ વેબ સિરીઝથી હ્રિતિક OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. તે આવતા વર્ષે માર્ચમાં આના પર કામ શરુ કરી શકે છે. જો કે, હજુ વેબ સિરીઝની રિલીઝ ડેટ નક્કી કરી નથી. આ બે પ્રોજેક્ટ ઉપરાંત હ્રિતિક પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મ ક્રિશ-4 અને સિદ્ધાર્થ આનંદની ફાઈટર્સ અને વોર 2માં પણ કામ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો