બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની નાની પદ્મા રાણી ઓમ પ્રકાશનું 16 જૂનના રોજ અવસાન થયું હતું. તેઓ 91 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. 16 જૂનના રોજ ત્રણ વાગ્યાની આસપાસ ઊંઘમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા હતા. માતાના અવસાન બાદ દીકરી પિંકી રોશને સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પિંકી રોશન ઇમોશનલ
પિંકી રોશને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું, 'મારા પપ્પાને મળવા માટે મારી માતા પદ્મા રાણી અમને છોડીને જતાં રહ્યાં. પ્રેમ, શાંતિ'. આ ઉપરાંત પિંકી રોશને કહ્યું હતું, 'હવે બંનેને શાંતિ મળે. તમને બંને હંમેશાં પ્રેમ કરતી રહીશ.
લોકપ્રિય પ્રોડ્યૂસરના પત્ની હતાં
પદ્મા રાણીની વાત તો તેઓ જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર જે ઓમ પ્રકાશના પત્ની હતાં. જે ઓમ પ્રકાશે ફિલ્મ 'આપ કી કસમ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે બોલિવૂડની અનેક ફિલ્મ ડિરેક્ટ કરી છે, જેમાં 'અપના બના લો', 'અપનાપન', 'આશા', 'અર્પણ', 'આદમી ખિલૌના' સામેલ છે. 2019માં સાત ઓગસ્ટના રોજ 93 વર્ષની ઉંમરમાં જે ઓમ પ્રકાશનું અવસાન થયું હતું.
પદ્મા દીકરીના પરિવાર સાથે રહેતાં
જે ઓમ પ્રકાશના અવસાન બાદ પદ્મા દીકરી પિંકી રોશન સાથે જ રહેતા હતા. પિંકી રોશન સો.મીડિયામાં અવાર-નવાર માતાની તસવીરો પોસ્ટ કરી હતી. હૃતિક રોશન નાના-નાનીની ઘણો જ નિકટ હતો.
હૃતિકના અપકમિંગ પ્રોજેક્ટ
હૃતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તમિલ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિંદી રીમેકમાં સૈફ અલી ખાન સાથે જોવા મળસે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત તે દીપિકા પાદુકોણ સાથે 'ફાઇટર'માં કામ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.