'વિક્રમ વેધા' પર બધાની નજર:હૃતિક રોશનની બેક ટુ બેક 3 ફિલ્મો 100 કરોડ ક્લબમાં સામેલ, છેલ્લા 10 વર્ષમાં સૈફની 1 જ ફિલ્મ હિટ

17 દિવસ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

કોરોના બાદ મોટામાં મોટી હિન્દી ફિલ્મો પણ ફ્લોપ સાબિત થઇ રહી છે. હાલમાં જ રિલીઝ થયેલી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ગઈ છે. તો આવનારી ફિલ્મોને લઈને આશા રાખવામાં આવે છે. જેમાં હૃતિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'વિક્રમ વેધા' છે.

હૃતિક રોશન બોક્સ ઓફિસ કલેક્શન
બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો હૃતિકની કોઈ પણ ફિલ્મ હજુ સુધી 100 કરોડથી નીચે નથી. તેની છેલ્લી 3 ફિલ્મો કાબિલ (126.85 કરોડ), સુપર 30 (146.10 કરોડ) અને વોર (319 કરોડ) છે, જેણે સફળતા હાંસલ કરી છે. હૃતિકે છેલ્લા 10 વર્ષમાં કુલ 7 ફિલ્મો કરી છે, જે પૈકી માત્ર 1 ફિલ્મ જ ફ્લોપ રહી છે.

હૃતિકનું સિલેક્શન ઘણું સારું છે- ગિરીશ જોહર
જો ફિલ્મ પ્રોડ્યુસર ગિરીશ જોહરનું માનવામાં આવે તો, હૃતિક કન્ટેન્ટ ખુબ જ સમજી વિચારીને પસંદ કરે છે અને તેનું વલણ માત્ર બોક્સ પર પણ સફળ સાબિત થાય છે. હૃતિક એક એવો સ્ટાર છેજેની જયારે પણ ફિલ્મો આવે છે ત્યારે માત્ર દર્શકો જ નહીં પરંતુ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકોને ઘણી અપેક્ષાઓ હોય છે.

હૃતિકનું કન્ટેન્ટ સિલેક્શન ઘણું સારું છે. હૃતિક ફેન્સને ધ્યાનમાં રાખીને ફિલ્મો/પ્રોજેક્ટ પસંદ કરે છે. ઋતિક કલાકારોમાંથી એક નથી કે જેમણે એક સાથે બધું જ કરવાનું હોય.તેઓ ગુણવત્તા પર વધુ ધ્યાન આપે છે.તેમનો આ અભિગમ તેમના માટે અત્યાર સુધી ફાયદાકારક સાબિત થયો છે.કોવિડ પહેલા તેની 3 ફિલ્મો બેક ટુ બેક 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી. આ વર્ષે બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. ત્યારે હવે બધાની નજર હૃતિક પર છે.

સૈફ અલી ખાનની ફિલ્મો ભલે ફ્લોપ થાય પરંતુ તેમની લોકપ્રિયતા યથાવત - અતુલ મોહન
જો તમે હૃતિકના કો-સ્ટાર સૈફ અલી ખાનના કરિયર ગ્રાફ પર નજર નાખવામાં આવે તો, છેલ્લા 10 વર્ષમાં સૈફ અલી ખાને કુલ 16 ફિલ્મો કરી છે, જેમાંથી માત્ર 1 તાનાજી - ધ અનસંગ વોરિયર બ્લોકબસ્ટર સાબિત થઈ છે. જો ટ્રેડ એનાલિસ્ટ અતુલ મોહનનું માનીએ તો સૈફની અગાઉની ફિલ્મો ફ્લોપ ભલે ફ્લોપ રહી હોય પરંતુ લોકપ્રિયતાને કારણે ફરી થિયેટરમાં ધૂમ મચાવી શકે છે. સતત ફ્લોપ ફિલ્મ આપ્યા પછી પણ સૈફને સારી ફિલ્મો મળી રહી છે એ વાતને કેવી રીતે અવગણી શકાય.