• Gujarati News
  • Entertainment
  • Bollywood
  • Hrithik Roshan Will Be Seen In 'Vikram Vedha' In Three Looks, His Character Name Will Be 'Vedha Betal'; The Actor Will Be Seen Speaking Dialogue In Awadhi Tone

ખાસ વાતચીત:હૃતિક રોશન 'વિક્રમ વેધા'માં ત્રણ લુકમાં જોવા મળશે, તેના પાત્રનું નામ હશે 'વેધા બેતાલ'; એક્ટર અવધી ટોનમાં ડાયલોગ બોલતો જોવા મળશે

4 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ
  • કૉપી લિંક
  • હૃતિકને 'વિક્રમ વેધા' માટે અવધિ ટોન પકડવામાં કોઈ સમસ્યા નહોતી આવી- સૂત્ર
  • ફિલ્મમાં હૃતિકના પાત્રનું નામ વેધા બેતાલ હશે

'સુપર 30' પછી હૃતિક રોશન એક વખત ફરીથી યુપી-બિહારના યુવકના રોલમાં જોવા મળશે. તેનો આ અવતાર 'વિક્રમ વેધા'માં જોવા મળશે. 'વેધા' તરીકે તેનો પહેલો લુક તેના જન્મદિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. જો કે, દૈનિક ભાસ્કરને તેના સિવાય ઘણી ખાસ માહિતી મળી છે. તાજેતરમાં ગયા મહિને લખનઉમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ તેના બીજા રાઉન્ડનું શૂટિંગ પૂરું કર્યું હતું.

હૃતિકે અબુધાબીમાં ત્રણેય લુકનું શૂટિંગ પૂર્ણ કર્યું
ફિલ્મ સાથે સંબંધિત સૂત્રોએ આ ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ માહિતી દૈનિક ભાસ્કર સાથે શેર કરી છે. તેમને જણાવ્યું કે, હૃતિકને 'વિક્રમ વેધા' માટે અવધિ ટોન પકડવામાં કોઈ સમસ્યા નહોતી આવી. તેમાં તેણે 'સુપર 30' દરમિયાન ડાયલેક્ટ ટ્રેનિંગ ઘણી કામ આવી છે. સાથે આવનાર દિવસોમાં હૃતિકના 'વેધા' તરીકે બે લુક રિલીઝ કરવામાં આવશે. ત્રણેય લુકનું શૂટિંગ તેણે અબુધાબીમાં પૂરું કરી લીધું છે.

'વિક્રમ વેધા'ને સંપૂર્ણ રીતે યુપીમાં સેટ કરવામાં આવી છે
સૂત્રોના અનુસાર, આ ફિલ્મ સાઉથની 'વિક્રમ વેધા'ની રિમેક છે. તેને સંપૂર્ણ રીતે યુપીમાં સેટ કરવામાં આવી છે. મેકર્સે ગયા વર્ષે યુપીમાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું જો કે કોરોના અને લોકડાઉનના કારણે આવું થઈ ન શક્યું. આવી સ્થિતિમાં મેકર્સે પહેલા મુંબઈમાં કાનપુરનો સેટ ક્રિએટ કર્યો હતો, પરંતુ કોવિડના કારણે શૂટિંગની પરમિશનમાં વિલંબ થયો હતો. જેથી સેટને તોડવો પડ્યો હતો. પછી ભોપાલમાં કાનપુર સાથે મળતું આવતું લોકેશન શોધવામાં આવ્યું, પરંતુ ત્યાં પણ શૂટિંગમાં વિલંબની શક્યતાઓ હતી.

અબુધાબીમાં મેકર્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં શૂટિંગ કર્યું હતું. તે દિવસોમાં માધવન તેના પુત્ર સાથે દુબઈમાં હતો.
અબુધાબીમાં મેકર્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં શૂટિંગ કર્યું હતું. તે દિવસોમાં માધવન તેના પુત્ર સાથે દુબઈમાં હતો.

હૃતિકનું પાત્ર 'વેધા' કાનપુરનું છે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આખરે મેકર્સે અબુધાબીમાં જઈને ત્યાં કાનપુર ક્રિએટ કર્યું. ત્યાં 'વેધા' તરીકે હૃતિકનું પાત્ર કાનપુરથી બિલોન્ગ કરે છે. મેકર્સે તેનો ટોન અવધિ હિન્દીમાં મિશ્રિત રાખ્યો છે. એવી જ રીતે જેવી રીતે જૂના 'ડોન'માં અમિતાભ બચ્ચનનો હતો. અબુધાબીમાં મેકર્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં શૂટિંગ કર્યું હતું. તે દિવસોમાં માધવન તેના પુત્ર સાથે દુબઈમાં હતો. ઓરિજિનલ 'વિક્રમ વેધા'માં તેણે ઈન્સ્પેક્ટર વિક્રમનો રોલ પ્લે કર્યો હતો. મેકર્સ પુષ્કર-ગાયત્રી સાથે સારા સંબંધો ધરાવે છે. આવી સ્થિતિમાં તે પણ દુબઈથી અબુધાબીના સેટ પર જતો હતો. ત્યાં હૃતિક રોશનને ફિલ્મ અને પાત્ર સાથે સંબંધિત ઝીણવટભરી વાતો જણાવતા હતા.

ફિલ્મમાં હૃતિકના પાત્રનું નામ વેધા બેતાલ હશે
સેટ પર હાજર સૂત્રોના અનુસાર, રીમેકમાં મૂળ ફિલ્મ જેવો જ ટોન છે. રાજા વિક્રમ અને ભૂત બેતાલનું મોડર્ન એડેપ્ટેશન કરવામાં આવ્યું છે. માત્ર પાત્ર નોર્થમાં સેટ કરવામાં આવ્યા છે. સાથે વેધાના નામમાં સરનેમ બેતાલ એડ કરવામાં આવી છે. આ રીતે ફિલ્મમાં હૃતિક રોશન વેધા બેતાલના નામથી ઓળખાશે. અબુધાબીમાં જ્યાં માત્ર હૃતિક રોશને શૂટ કર્યું, ત્યાં ગયા મહિને લખનઉમાં માત્ર સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટેએ પોતાના ભાગનું શૂટિંગ કર્યું.

મુંબઈ, પુણે અને અમેરિકાના શિડ્યુઅલ ત્રણ અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એકબીજા સાથે ટકરાવવાળા શૂટિંગ 7 જાન્યુઆરીથી મુંબઈ અને પુણેમાં થવાનું હતું. લોકેશન મુંબઈમાં વિલે પાર્લેની ટોબેકો ફેક્ટરી ફાઈનલ થઈ હતી. જો કે કોવિડ કેસમાં વધારો થવાને કારણે ફરી એક વખત ફિલ્મના શૂટિંગ પર માર પડ્યો છે. સૂત્રોના અનુસાર, હવે મુંબઈ, પુણે અને આગળ અમેરિકાનું શિડ્યુઅલ ત્રણ અઠવાડિયા આગળ ધકેલવામાં આવ્યું છે. કોવિડ કેસ ઓછા થયા પછી નક્કી કરવામાં આવશે કે શૂટિંગ ક્યારે ફરી શરૂ થશે.

આ ફિલ્મમાં એકતા કપૂરની શોધ યોગિતા બિહાની પણ જોવા મળશે. તે આ ફિલ્મમાં હૃતિકના નાના ભાઈનો રોલ પ્લે કરી રહેલો રોહિત સર્રાફની ગર્લફ્રેન્ડ બની છે. યોગિતાને 'દિલ હી તો હૈ'થી પોપ્યુલારિટી મળી હતી. રોહિત પણ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. આ બંને સિવાય ટીવી ઈન્ડસ્ટ્રીના શાંતનુ માહેશ્વરી પણ બોલિવૂડની એક મોટી ફિલ્મ કરી રહ્યો છે. તે 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં આલિયા ભટ્ટની અપોઝિટમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...