વાઇરલ વીડિયો:ગર્લફ્રેન્ડ માટે હૃતિક રોશને ચાહકને ધક્કો માર્યો, સો.મીડિયા યુઝર્સે ગુસ્સામાં કહ્યું- શરમ કર, સાઉથ સ્ટાર્સ પાસેથી કંઈક શીખ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશન પોતાની ફિલ્મ ઉપરાંત પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. હાલમાં હૃતિક રોશન એક્ટ્રેસ સબા આઝાદને ડેટ કરે છે. બંને હાથોમાં હાથ નાખીને અવાર-નવાર એકબીજાને મળતા હોય છે. બંને હાલમાં રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા હતા. અહીંયા હૃતિકે પોતાના ચાહકને ધક્કો માર્યો હતો. હૃતિકની આ વર્તણૂક સો.મીડિયા યુઝર્સને સહેજ પણ ગમી નહોતી.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં જોઈ શકાય છે કે હૃતિક રોશન 16 વર્ષ નાના ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે રેસ્ટોરાંની બહાર નીકળે છે. તે પોતાની કાર તરફ આગળ વધે છે અને કેટલાક ચાહકો સેલ્ફી લેવા માટે આગળ આવે છે. આ સમય દરમિયાન સબા કારમાં બેસવા આવે છે અને હૃતિક પોતાના એક ચાહકને ધક્કો મારી દે છે.

સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કર્યો
સો.મીડિયામાં હૃતિકનો આ વીડિયો વાઇરલ થયો છે. હૃતિકની હરકત ચાહકોને બિલકુલ ગમી નથી. એક યુઝરે કહ્યું હતું, 'હૃતિક શરમ કર. તું વિનમ્રતાથી ના પાડી શક્યો હતો, પરંતુ રીતે લોકોને ધક્કો ના મારવો જોઈએ.' અન્ય એકે કહ્યું હતું કે આ જ કારણે ચાહકો હવે સાઉથ એક્ટર્સની પાછળ વધુ ક્રેઝી થઈ રહ્યા છે. બીજાએ કમેન્ટ કરી હતી, 'ફાલતુ બોલિવૂડના લોકોનો ફાલતુ એટિટ્યૂડ. નેપોટિઝ્મ પ્રોડક્ટ્સ.'

હૃતિક-સબાએ નહીં, પણ પૂજાએ બંનેના રિલેશન કન્ફર્મ કર્યા
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં મીડિયા સાથેની વાતચીતમાં એક્ટ્રેસ પૂજા બેદીએ કહ્યું હતું કે હૃતિક તથા સબાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો, બંને એકબીજાને ઘણો જ સપોર્ટ કરે છે અને આદર આપે છે. જોકે હૃતિક કે સબાએ હજી સુધી પોતાના રિલેશન અંગે કોઈ વાત કરી નથી. મે મહિનામાં કરન જોહરે 50મી બર્થડેની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં હૃતિક તથા સબા એકબીજાનો હાથ પકડીને આવ્યા હતા.

કેવી રીતે પહેલી મુલાકાત થઈ?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હૃતિક તથા સબાની પહેલી મુલાકાત કોમન ફ્રેન્ડના માધ્યમથી થઈ હતી. આ કોમન ફ્રેન્ડ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીનો છે. પહેલી મુલાકાત બાદથી જ બંને એકબીજાના કોન્ટેક્ટમાં રહેવા લાગ્યા હતા. હાલમાં બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.

કોણ છે સબા આઝાદ?
સબાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી તરત ઈશાન નાયરની શોર્ટ ફિલ્મ ગુરુરથી કરી હતી. તેના પછી સબાએ દિલ કબડ્ડી ફિલ્મથી વર્ષ 2008માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 'દિલ કબડ્ડી'માં સબા રાહુલ બોસની સાથે લીડ રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તે ન્યૂકમર સાકિબ સલીમની સાથે 'મુઝસે ફ્રેન્ડશિપ કરોંગે'માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. એક્ટિંગ ફિલ્ડ બાદ સબાએ સિગિંગ ફિલ્ડમાં કરિયર બનાવી હતી હૃતિક રોશન પહેલા સબા આઝાદનું નામ એક્ટર ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ નસીરુદ્દીન શાહનો પુત્ર છે. ફિલ્મ અને ગીત ઉપરાંત સબાએ કમર્શિયલ એડ પણ કરી છે. સબા કેડબરી, પોન્ડસ, મેગી, ટાટા સ્કાય, ગૂગલ, કિટ કેટ, વોડાફોન, સનસિલ્ક, નેસકેફે, એરટેલની એડમાં જોવા મળી છે.

હૃતિકના 2014માં ડિવોર્સ થયા
હૃતિકે વર્ષ 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા. આ જ વર્ષે હૃતિકે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. 2006માં હૃતિક દીકરા રેહાન તથા 2008માં રેધાનના પેરેન્ટ્સ બન્યાં હતાં. જોકે 31 ઓક્ટોબર, 2014ના રોજ બંને અલગ થઈ ગયાં હતાં. ડિવોર્સ બાદ પણ હૃતિક તથા સુઝાન વચ્ચે સારું બોન્ડિંગ છે. સુઝાન ખાન અર્સલાન ગોનીને ડેટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...