હૃતિક રોશન તથા સુઝાન ખાન અલગ થઈ ગયાં છે, પરંતુ તેમની વચ્ચે મિત્રતા આજે પણ છે. બંને સાથે મળીને બંને દીકરીઓને ઉછેરી રહ્યાં છે. આ ઉપરાંત બંને પાર્ટી પણ સાથે માણતા હોય છે. સુઝાનના સંબંધો અર્સલાન ગોની સાથે અને હૃતિકના સંબંધો સબા સાથે હોવાની ચર્ચા છે. તાજેતરમાં આ ચારેય સાથે પાર્ટી કરતાં જોવા મળ્યા હતા.
સુઝાને વીડિયો શૅર કર્યો
સુઝાને ગોવામાં નવી રેસ્ટોરાં શરૂ કરી છે. રેસ્ટોરાંની ઓપનિંગમાં સુઝાને હૃતિક-સબા સહિત નિકટના મિત્રોને બોલાવ્યા હતા. સુઝાને પાર્ટીનો વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો છે.
હૃતિકનો રોમેન્ટિક અંદાજ
પાર્ટીમાં હૃતિક પોતાનાથી 16 વર્ષ નાની પ્રેમિકા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો હતો. હૃતિક-સબા, સુઝાન-અર્સલાને સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. આ તસવીરમાં હૃતિક તથા સબા એકદમ રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. હૃતિકે પ્રેમિકાની કમર પર હાથ મૂક્યો હતો.
પૂજા બેદીએ હૃતિક-સબાના સંબંધો કન્ફર્મ કર્યા
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' સાથેની વાતચીતમાં એક્ટ્રેસ પૂજા બેદીએ કહ્યું હતું કે હૃતિક તથા સબાને તેમના જીવનમાં ફરીથી પ્રેમ મળ્યો, બંને એકબીજાને ઘણો જ સપોર્ટ કરે છે અને આદર આપે છે.
એરપોર્ટ પર હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા
ઇન્ટીરિયર ડિઝાઇનર તથા હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન રૂમર્ડ પ્રેમી અર્સલાન ગોની સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. બંને એકબીજાના હાથોમાં હાથ નાખીને જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુઝાન પહેલાં હૃતિક રોશન રૂમર્ડ પ્રેમિકા સબા આઝાદ સાથે એરપોર્ટ પર આ જ રીતે જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.