હોલિડે:સુઝાન ખાન પ્રેમી અર્સલાન સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી, સો.મીડિયામાં તસવીરો શૅર કરી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર હૃતિક રોશનની એક્સ વાઇફ તથા લોકપ્રિય ઇન્ટિરિયય ડિઝાઇનર સુઝાન ખાન છેલ્લાં ઘણાં સમયથી અર્સલાન ગોનીને ડેટ કરે છે. બંને અવાર-નવાર વેકેશન મનાવવા જતા હોય છે. હાલમાં બંને ફ્રાંસમાં વેકેશન મનાવી રહ્યા છે.

રોમેન્ટિક અંદાજમાં અર્સલાન-સુઝાન
અર્સલાન તથા સુઝાન વેકેશનમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. એક તસવીરમાં સુઝાન લાલ રંગના શોર્ટ બૉડીકૉન ડ્રેસમાં હતી. વીડિયોમાં અર્સલાન તથા સુઝાન કારમાં બેસીને એન્જોય કરતા જોવા મળ્યા હતા.

મિત્રો સાથે ફોટો શૅર કર્યો
અર્સલાન ઉપરાંત સુઝાને નિકટના મિત્રો સાથેની તસવીર શૅર કરી હતી.

સુઝાન સો.મીડિયામાં એક્ટિવ છે
સુઝાન સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે સો.મીડિયામાં વર્કઆઉટ વીડિયો, મિત્રો-પરિવારની તસવીરો શૅર કરતી હોય છે. સુઝાન તથા અર્સલાન કેલિફોર્નિયા ગયા હતા.

લગ્નની વાતનો ઇનકાર કર્યો
થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે અર્સલાન તથા સુઝાન ટૂંક સમયમાં જ લગ્ન કરશે, પરંતુ સુઝાને કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવાની નથી.

હૃતિક સાથે પણ જોવા મળે છે
ડિવોર્સ બાદ પણ સુઝાન-હૃતિક બાળકો સાથે જોવા મળે છે. આ ઉપરાંત સુઝાન પૂર્વ પતિ હૃતિકની કથિત પ્રેમિકા સબા આઝાદ સાથે પાર્ટી કરતી હોય છે.