બોલિવૂડ એક્ટર હૃતિક રોશન તથા સિંગર સબા આઝાદના રિલેશનશિપની અવાર-નવાર ચર્ચા થાય છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ હૃતિકના પિતા રાકેશ રોશને ફેમિલી સેલિબ્રેશનની તસવીર સો.મીડિયામાં શૅર કરી હતી. આ તસવીરમાં સબા પણ જોવા મળે છે.
હૃતિક રોશનના પરિવારના સાથે જોવા મળી
રોશન પરિવારે રાજેશ રોશનના દીકરા ઈશાનનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીમાં હૃતિકના પેરેન્ટ્સ, નિકટના મિત્રો તથા સબા પણ છે. રાકેશે સો.મીડિયામાં આ તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ઈશુ, તને જન્મદિવસની શુભેચ્છા. પરિવારની સાથે સેલિબ્રેશન.'
મુંબઈની રેસ્ટરાંની બહાર જોવા મળ્યા હતા
હૃતિક તથા સબાના લિંકઅપના સમાચાર ત્યારે સામે આવ્યા હતા, જ્યારે બંને મુંબઈની રેસ્ટારાંની બહાર જોવા મળ્યા હતા. ત્યારબાદ સબાએ હૃતિકના પરિવારના સાથે લંચ કર્યું હતું. આ ઉપરાંત બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. હૃતિકની પૂર્વ પત્ની સુઝાનની પાર્ટીમાં સબા પણ આવી હતી.
નસીરુદ્દીન શાહના દીકરા સાથે લિવ ઇનમાં રહેતી હતી
હૃતિક પહેલાં સબાનું નામ ઈમાદ શાહ સાથે જોડાઈ ચૂક્યું છે. ઈમાદ જાણીતા એક્ટર નસીરુદ્દીન શાહનો દીકરો છે. ઈમાદ તથા સબા લિવ ઇનમાં રહેતા હતા. સબા ઘણી જાહેરાતોમાં જોવા મળી છે. તે સિંગર તથા એક્ટ્રેસ તરીકે કામ કરે છે.
હૃતિકના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'વિક્રમ વેધા'માં સૈફ અલી ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ઉપરાંત તે 'ફાઇટર' તથા 'ક્રિશ 4'માં કામ કરી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.