તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિગ અનાઉન્સમેન્ટ:હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર' ભારતની પહેલી એરિયલ ફ્રેન્ચાઇઝી બનશે, જે 2022માં થિયેટર્સમાં રિલીઝ થશે

18 દિવસ પહેલા
  • એક્શનપેક્ડ ફિલ્મમાં પહેલી વખત હૃતિકની સાથે દીપિકા પાકુકોણની જોડી જોવા મળશે
  • ફાઇટર ફિલ્મને 30 સપ્ટેમ્બર 2022માં રિલીઝ કરવામાં આવશે

બેંગ-બેંગ અને વોર બાદ હવે સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'ફાઈટર'માં જોવા મળશે હૃતિક રોશન. આ એક્શનપેક્ડ ફિલ્મમાં પહેલી વખત હૃતિકની સાથે દીપિકા પાકુકોણની જોડી જોવા મળશે. તાજેતરમાં ક્રિટિક તરણ આદર્શ દ્વારા ફિલ્મનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. ફાઈટર ફિલ્મને 30 સપ્ટેમ્બર 2022માં રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મમાં જોવા મળશે એક્શન સીન
ક્રિટિક તરણ આદર્શે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપતાં લખ્યું હતું કે બિગ ન્યૂઝ, હૃતિક રોશન અને દીપિકા પાકુકોણ, સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મ ફાઈટરમાં. હૃતિક-દીપિકાને ભારતની પહેલી એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી ફાઈટરમાં કાસ્ટ કરવામાં આવ્યાં છે, જેને સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. ફિલ્મને વાયકોમ 18 સ્ટુડિયો, મમતા આનંદ, રમોન છિબ અને અંકુ પાંડે દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

ક્રિટિકના અનુસાર, ગ્લોબલ ઓડિયન્સ માટે બની રહેલી ફાઈટર ફિલ્મને વિશ્વમાં ઘણાં વિવિધ લોકેશન્સ પર શૂટ કરવામાં આવશે. ફિલ્મની કહાની સશસ્ત્ર દળોની દેશભક્તિ, પરાક્રમ અને બલિદાન પર આધારિત છે.

હૃતિકના જન્મદિવસે ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી
10 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસના ખાસ પ્રસંગે હૃતિક રોશને સોશિયલ મીડિયા દ્વારા ફાઈટર ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું હતું, એક્સેપ્શનલ દીપિકાની સાથે મારી પહેલી ફ્લાઈટ લેવા જઇ રહ્યો છું. ફાઈટરના ડાયરેક્શનની સાથે સિદ્ધાર્થ આનંદ પ્રોડક્શન પણ કરી રહ્યા છે. સિદ્ધાર્થ અને હૃતિક એની પહેલાં વોર અને બેંગ-બેંગમાં કામ કરી ચૂક્યા છે. ફાઈટર માર્ફ્લિક્સના બેનર હેઠળ મમતા-સિદ્ધાર્થ આનંદનું પહેલું પ્રોડક્શન છે.