કપૂર-ભટ્ટ પરિવારમાં લગ્ન:લગ્નના શરૂઆતના 10 દિવસ રણબીર-આલિયા કેવી રીતે પસાર કરશે?

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ ડેટિંગના ચાર વર્ષ બાદ લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આજે (13 એપ્રિલ) મહેંદી સેરેમની યોજાઈ હતી. આલિયા તથા રણબીરે લગ્ન બાદ 10 દિવસનો બ્રેક લીધો હોવાની ચર્ચા છે. માનવામાં આવે છે કે આ 10 દિવસમાં આલિયા ભટ્ટ વિવિધ પૂજા વિધિ કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પંજાબી રીત રિવાજ પ્રમાણે, દુલ્હન તથા વરરાજા લગ્ન બાદ ચાર દિવસ સુધી રોજ સવારે પૂજા કરશે. ચોથા દિવસે સત્ય નારાયણની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ વરરાજા દુલ્હનના માથામાં લાલ સિંદૂર પૂરશે. સિંદૂર પૂરતા સમયે રણબીર પત્ની આલિયાને કેટલાંક વચનો આપશે.

માનવામાં આવે છે કે નીતુ સિંહ રિવાજોમાં બહુ ચોક્કસ છે. તે લગ્નની તમામ વિધિ કરશે. આલિયા 'ચૌકા ચઢાના'ની વિધિ પણ કરશે. એટલે કે આલિયા સાસરે આવીને રસોડામાં જઈને પરિવારના સભ્યો માટે ગળી વસ્તુ બનાવશે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફે લગ્ન બાદ સાસરે સોજીનો શીરો બનાવ્યો હતો.

રણબીર 22 એપ્રિલે મનાલી જશે
રણબીર કપૂર 22 એપ્રિલના રોજ ફિલ્મ 'એનિમલ'ના શૂટિંગ માટે મનાલી જશે. અહીંયા બે દિવસનું શૂટિંગ કરશે. ત્યારબાદ મુંબઈ સાત દિવસનું શિડ્યૂઅલ છે. તો બીજુ બાજુ આલિયા ભટ્ટ આવતા મહિને એટલે કે મે મહિનામાં 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'ના શૂટિંગ માટે સ્વિટ્ઝરલેન્ડ જશે.